અરવલ્લી : મેઘરજ પોલીસે ૧૩ ઓક્ટોમ્બરે રાત્રીના સુમારે મેઘરજ જુના બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા શકુનિઓ પર ત્રાટકી હતી જેમાં ૭ જુગારીઓ ઝડપાયા હતા ત્રણ ફરાર થઈ ગયા હતા મેઘરજ પોલીસે રૂ.૩૦૨૯૦ રોકડા અને આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ સાથે રૂ.૫૨૨૯૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જુગાર રેડમાં પકડાયેલ ઇકબાલ ચડી પાસેથી પોલીસ કોન્સટેબલે ૨૫ હજાર રૂપિયા કાઢી લઈ આપ્યા હોવાની આરોપીની પત્ની અને કોન્સ્ટેબલ વચ્ચેની ઓડિયોે કલીપ વાઈરલ થતા ભારે ચકચાર મચી હતી. પોલીસે જુના બસ સ્ટેન્ડ નજીક ૧૩ ઓક્ટોમ્બરે વખારની ખુલ્લી જગ્યામાંથી જુગારીઓ ઝડપી લીધા હતા. આરોપી જેમાં ઇકબાલ ચડીની પત્ની અને મેઘરજ પોલીસ કોન્સટેબલ સિઘ્ધરાજસિંહ સાથે વાતચીતની ઓડિયો કલીપ વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે જેમાં મહિલાએ તેના પતિના ખિસ્સામાંથી શૌચાલયમાં જઈ ૨૫ હજાર રૂપિયા મુકવા આપ્યા હતા તે ક્યાં ગયા અને આટલો ઓછો કેસ કેમ બનાવ્યો છે સહીતની વાતચીત અંગેની ઑડિયો કલીપ વાઈરલ થતા ભારે ચકચાર મચી છે. ઓડિયો કલીપ વાઈરલ થતા જુગારધામ પર પડેલ દરોડો હાલ શંકાના દાયરામાં આવી ગયો છે ઓડિયો વાઈરલ થતા એસપી સંજય ખરાતે તપાસના આદેશ આપી દીધા છે. બીજી બાજુ ઇકબાલ ચડીની પત્નીએ મેઘરજ પોલીસ અને એક ઈસમ વિરુદ્ધ લેખીત અરજી કરવા તજવીજ હાથધરાતા પોલીસબેડામાં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ઇકબાલ ચડીની પત્નીએ એસપી સહીત ઉચ્ચ કક્ષાએ કરેલી લેખિત રજુઆતમાં મેઘરજ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા બીજીબાજુ મેઘરજ પીએસઆઈ એન.એમ.સોલંકીની કામગીરીને નગરજનો આવકારી રહ્યા છે