અમદાવાદ-

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે. આ મામલે શુક્રવારે મુખ્ય મંત્રીની અધ્ક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના કહેવા પ્રમાણે અમદાવાદની સાથે સાથે સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવાયું છે. જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આ કર્ફ્યુ અમલ રહેશે. નીતિન પટેલે કહ્યું કે ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ ચાલુ રહેશે. તેમણે કહ્યું, "અમદાવાદમાં આજ રાત્રીથી શરૂ થતો કર્ફ્યૂ સોમવાર સવાર સુધી ચાલુ રહેશે. જે બાદ સરકાર સ્થિતિની સમિક્ષા કરીને બીજો નિર્ણય લઈ શકે છે." તેમણે કહ્યું, "રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ બન્યું છે તેવા કોઈ આંકડા નથી, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે."  હાલમાં કોરોનાનો વ્યાપ સમગ્ર રાજ્ય સહિત દેશમાં વધતો જે રહ્યો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કર્ફ્યૂ તથા રાજ્યની કોરોનાની પરિસ્થિતિ અંગે નીતિન પેટેલ દ્વારા જાણકારી આપવામાં આવી છે. મુખ્યમંત્રીની ઉપ્સ્તીથીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.