વડોદરા, તા.૧૧

શહેરની જૂની એવી શારદા મંદિર સ્કૂલ ખાતે ૪પ વર્ષ બાદ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. આ સ્કૂલમાં અભ્યાસ કરી મોટા થઈ જીવનમાં પોતાનું સ્થાન જમાવનાર શાળાના વિદ્યાર્થીઓએ આજે શાળામાં પહોંચી પોતાની જૂની યાદો વાગોળી હતી અને ફરી એકવાર પોતાનું બાળપણ જીવ્યું હતું. આજે એકઠા થયેલા પૂર્વ વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના ૬૦ વર્ષ ઉંમર વટાવી ચૂકયા છે. આજે શાળાના મિત્રો એકઠા થતાં તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જણાતો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શોભાબેન, શાળાના એડમિન ઈન્ચાર્જ કે.સી.શાહ સહિત શાળાનો સ્ટાફ અને પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.૬૦ વર્ષની ઉંમર વટાવી ગયેલા આ પૂર્વ વિદ્યાર્થીઓએ આજે પોતાની શાળા સમયની જૂની યાદો વાગોળી પોતાના જીવન વિશે માહિતી આપી હતી, સાથે જ શાળાને જ્યારે પણ કોઈપણ મદદની જરૂર હોય તો પૂર્વ વિદ્યાર્થીઓ હંમેશાં શાળા માટે કામ કરવા માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.