ન્યૂયોર્ક,તા.૧૮
બ્લૂમબર્ગ બિલીયોનેર ઈન્ડેક્સ અનુસાર, વિશ્વની મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક અને વર્તમાન સીઈઓ જેફ બેઝોસ પાસે હવે કુલ ૧૫૫ અબજ ડોલરની નેટવર્થ છે. ગત બે મહિનામાં તેમની સંપત્તિમાં મોટો વધારો થયો છે. કોરોના વાયરસના સંકટ દરમિયાન તેમની સંપત્તિ ૪૦૦૦ કરોડ ડોલર વધી ગઈ છે. હકીકતમાં લોકડાઉન દરમિયાન ઈ-કોમર્સ કંપનીઓનો વ્યાપાર તો ચાલુ જ રહ્યો છે. જેથી રોજિંદા જીવનમાં વપરાશમાં લેવાતી વસ્તુઓની સપ્લાયમાં કોઈ અવરોધ આવ્યો નથી. કેવી રીતે બેઝોસને લોકડાઉનમાં ફાયદો થયો તે અંગે વાત કરીએ તો, એમની સંપત્તિનો એક મોટો ભાગ એમેઝોનના શેરોની વધતી કિંમતથી સામે આવ્યો છે. આ સમયમાં જ્યાં અન્ય કંપનીઓને મોટા સંકટમાંથી પસાર થવું પડ્યું તો બીજી બાજુ એમેઝોને શેરબજારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એમેઝોનના શેરની કિંમત કોરોના મહામારી વચ્ચે ૨,૦૦૦ ડોલરથી વધારે રહી હતી. એક્સપટ્ર્સના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં કેદ થયેલા છે. એટલા માટે લોકો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ઈ-કોમર્સ દ્વારા મંગાવી રહ્યા છે. વધતી માંગ સાથે ઈ-કોમર્સ કંપનીએ કેટલાક લોકોને રોજગાર પણ આપ્યા છે. વિશ્વભરમાં કંપનીઓને પોતાના વ્યાપારને Âસ્થર રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે કારણ કે તેમના વ્યાપાર પર કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે માઠી અસર પહોંચી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments