અમદાવાદ-

અમદાવાદ મહાપાલિકાએ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં મચ્છરોના બ્રિડિંગને લઈને ચેકિંગ હાથ ધર્યુ અને 205 હોસ્પિટલને નોટીસ આપી એક લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે. આરોગ્ય ખાતે દ્વારા ચેકિંગ સમયે કેટલીક હોસ્પિટલમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યુ હતુ. તેઓને નોટીસ પણ આપવામાં આવી હતી. આરોગ્ય ખાતેએ 409 એકમ ચેક કરી બ્રિડિંગ મળતા 205 હોસ્પિટલને નોટીસ આપવામાં આવી એક લાખનો દંડ વસુલાયો છે. મચ્છરજન્ય રોગ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ મચ્છરના બ્રિડિંગ શોધવા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું જેમાં સાતેય ઝોનમાં આવેલી 409 હોસ્પિટલમાં ચેકિંગ કરી 205 હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે.