અમદાવાદ -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર ઝોનની ઓફિસે તાજેતરની આરટીઆઈ અરજીના જવાબમાં દાવો કર્યો છે કે તેણે ઝોનની કોવિડ સંપાદિત હોસ્પિટલોમાં સારવાર માટેના બિલ ચૂકવવામાં ૬.૪ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ઉત્તર ઝોનમાં ઠક્કરનગર, સરસપુર, ઇન્ડિયા કોલોની, નરોડા રોડ, અસારવા, મેઘાણીનગર, સૈજપુર, કુબેરનગર, નોબલનગર અને નરોડા જેવા વિસ્તારો શામેલ છે. ડેટા ૨૬ ઓગસ્ટ સુધી કરવામાં આવેલી ચુકવણીથી સંબંધિત છે. જાેકે, કઈ હોસ્પિટલને કેટલું બિલ ચૂકવ્યું તેની કોઈ વિગતો મળી નથી.

જશોદાનગરના રહેવાસી યશ મકવાણાએ દાખલ કરેલી આરટીઆઈ અરજીમાં આ વાતનો ખુલાસો થયો છે. જેમાં ઉત્તર ઝોનમાં જાહેર માહિતી અધિકારી દ્વારા કેટલાય સવાલોના જવાબો સાહેબોની સૂચના મુજબ આપવાનું ટાળીને ગોળ અને અન્ય કચેરી તથા સંપાદિત હોસ્પિટલ ઉપર ઢોળી દીધું હતું. એટલું જ નહીં, છસ્ઝ્રએ ખાનગી હોસ્પિટલોમાં મોકલેલા દર્દીઓ પૈકી પ્રત્યેક દર્દી કેટલો ખર્ચ થયો તેની માહિતી આપવાના બદલે ર્જીંઁ મુજબ પ્રાઈવેટ હોસ્પિટલો બિલ બનાવે છે તેવો વિચિત્ર જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

યશ મકવાણાએ કરેલી આરટીઆઈના જવાબમાં છસ્ઝ્રએ કોવિડ દર્દીઓની સારવાર પેટે ૯ ખાનગી હોસ્પિટલને ૬.૪૦ કરોડ બિલ ચૂકવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ઝોનમાં સંપાદિત કરાયેલી ખાનગી હોસ્પિટલોને છસ્ઝ્રએ દર્દીઓની સારવાર પેટે તેમજ અન્ય કોઈ ખર્ચ થયો હોય તો તે મળી કુલ કેટલા રૂપિયા ચૂકવાયા તેવા સવાલના જવાબમાં છસ્ઝ્રના ઉત્તર ઝોનના કલ્પેશભાઈ વ્યાસ નામના જાહેર માહિતી અધિકારીએ હાલમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને કુલ બિલના ૮૦ ટા પ્રમાણે ૬.૪૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનો જવાબ આપ્યો હતો.

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ

અમદાવાદના લોકો માટે વધારે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરની ૬૪ ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ સહિત જનરલ વોર્ડ ફુલ થયાં છે. એટલું જ નહીં માત્ર ૩૦૪ બેડ ખાલી છે જ્યારે ૧૬ વેન્ટિલેટર જ ખાલી છે. એક બાજુ ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા ઘટી રહી છે તો બીજી બાજુ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો હોવા છતાં શહેરના લોકોમાં બેદરકારી જાેવા મળી રહી છે. કોરોનાએ વિદાય લઈ લીધી હોય તેમ લોકો રસ્તા પર માસ્ક વિના કોઈપણ ડર વગર ફરી રહ્યા છે. જાેકે કેટલાક લોકોના આ જ બેદરકારી અમદાવાદીઓ માટે ભારે પડી શકે છે.