અમદાવાદ કોરોના મહામારીને લઈને અમદાવાદ મહાપાલિકાની તિજાેરીને અસર થઈ છે..તેમ છતાં છસ્ઝ્ર મ્યુનિસિપલ કમિશનરે ગત વર્ષ કરતા ૬૩૬ કરોડનો વધારો કરીને વર્ષ ૨૦૨૨-૨૩નું આઠ હજાર ૧૧૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે..મ્યુનિસિપલ કમિશનરે લોચન સહેરાએ સામાન્ય વેરામાં કોઈ વધારો ન કરીને ડ્રાફ્ટ બજેટમાં આરોગ્યક્ષેત્રની સુવિધાઓને પ્રાધાન્ય આપ્યુ અને હોસ્પિટલ માટે ૧૨૮ કરોડ ફાળવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ગ્રીન એનર્જી પર ભાર મુકી રહી છે..ત્યારે ખાસ કરીને સોલર સિસ્ટમ માટે કોર્પેરેશનના ડ્રાફ્ટ બજેટમાં ખાસ જાેગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત એલ.જી. હોસ્પિટલ અને વી.એસ. હોસ્પિટલના નવીનીકરણનો પ્રસ્તાવ મુક્યો છે..આ ઉપરાંત નવા ૧૦ અર્બન સેન્ટર માટે ૪૦ કરોડનો પ્રસ્તાવ છે..બે સીએચસી સેન્ટર માટે ૨૦ કરોડનો પ્રસ્તાવ મુકાયો છે..પાણી માટે ૩૭૫. ૮૫ કરોડનો પ્રસ્તાવ છે..પાણીની નવી ઓવરહેડ ટાંકી બનશે..પણ વોટર ટેક્સમાં વધારો કરાયો નથી.આ સાથે જ નવા ૯૫ હજાર ૪૩ મકાન બનશે..ઝોન દીઠ સાત સ્માર્ટ સ્કૂલ બનાવાશે.

આરોગ્ય બજેટ

ગત વર્ષ કરતાં ૬૩૬ કરોડ નો વધારો

ઝોન દીઠ ૭ સ્માર્ટ સ્કૂલ બનાવશે

સામાન્ય વેરામાં કોઈ વધારો નહીં

વોટર ટેકસ માં વધારો નહીં

વેરા દરમાં પણ વધારો નહીં

હેલ્થ હોસ્પિટલ માટે ૧૨૮ કરોડ ફાળવ્યા

વી એસ એલ જી .નવીનીકરણ

૧૦ નાવા અર્બન હેલ્થ સેન્ટર

અર્બન હેલ્થ સેન્ટર માટે ૪૦ કરોડ

બે સી એચ સી સેન્ટર માટે ૨૦ કરોડ

મહિલા માટે ટોઇલેટ

હાઉસિંગ માટે ૩૫૫.૭૦ કરોડ

ટ્રાન્સપોર્ટ બજેટ

૨૦૦ કરોડનું બજેટ

૯૩૮ બસ શહેરીજનોને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા

૧૦૦ ઈલેક્ટ્રિક છઝ્ર બસોની થશે ખરીદી

ચાંદખેડા અને નિકોલમાં અત્યાધુનિક નવા બસ ટર્મિનર્સ

નારણપુરા અને વસ્ત્રાલમાં ઈ-બસોના ચાર્જિંગ સ્ટેશન

ટ્રાન્સપોર્ટ બજેટ

૨૦૦ કરોડનું બજેટ

૯૩૮ બસ શહેરીજનોને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા

૧૦૦ ઈલેક્ટ્રિક છઝ્ર બસોની થશે ખરીદી

ચાંદખેડા અને નિકોલમાં અત્યાધુનિક નવા બસ ટર્મિનર્સ

નારણપુરા અને વસ્ત્રાલમાં ઈ-બસોના ચાર્જિંગ સ્ટેશન

બજેટમાં ફાળવવામાં આવેલી રકમ આંકડાની માયાજાળ- વિપક્ષ

વર્ષ ૨૦૨૨-૨૩ના રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટ મામલે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે મ્યુનિ. કમિશનર દ્વારા જે સૌથી સ્વચ્છ શહેર અને સ્માર્ટ સિટીનું સ્માર્ટ બજેટ મૂક્યું છે તે ખરેખર કામગીરી થાય તે રીતે અમલ કરાવવામાં આવે. કામગીરીમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. બજેટમાં ખાસ કરીને પશ્ચિમ ઝોનમાં વધુ રકમ ફાળવી છે પરંતુ આ બધી આંકડાની માયાજાળ છે. બજેટમાં દર વર્ષે હજારો કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે પરંતુ ખરેખર કામગીરી થતી નથી અને બજેટના રૂપિયા કોન્ટ્રાકટરો અને ભાજપના નેતાઓ પાસે જાય છે.