કાઠમાંડૂ, તા.૩૧

ભારત અને નેપાળ વચ્ચે વિવાદ થોભે તેવું લાગી રÌšં નથી. નેપાળ સરકારના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ નવા રાજકીય નકશામાં સંશોધન બિલ સંસદમાં રજૂ કર્યું છે. નેપાળે આ નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિÂમ્પયાધુરાને પણ સામેલ કર્યાં છે. 

નેપાળ સરકારે ભારત સાથે વાતચીત કરી સરહદી વિવાદને ઉકેલવાથી ઇનકાર કરી દીધો છે. નેપાળની સંસદમાં ઓલી સરકારે નવા નક્શામાં ભારતના ત્રણ સરહદી વિસ્તાર કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખને તેનામાં સમાવી લીધા છે, આ મુદ્દે ઓલી સરકારને નેપાળની વિપક્ષ પાર્ટીઓનું સમર્થન પણ મળી ગયુ છે. નેપાળના બંધારણમાં સુધારાને મંજૂરી માટે સંસદમાં બે-તૃતીયાંશ મતોની જરુર પડે છે. નેપાળે તેના નવા નક્શામાં ભારતનો કુલ ૩૯૫ વર્ગ કિમી વિસ્તારને પોતાનામાં દર્શાવ્યો છે. નેપાળની આ હરકત પર ભારત સરકારે તેને વાતચીત કરી વિવાદને ઉકેલવા જણાવ્યુ હતું, પરંતુ તાજેતરમાં જ નેપાળે નવા નક્શાને મંજૂરી માટે સંસદમાં રજૂ કરી ભારતના પ્રસ્તાવની અવગણના કરી દીધી છે. વર્તમાન નેપાળના રાજકારણમાં વામપંથીઓનું જોર છે. વડાપ્રધાન કેપી શર્મા પણ વામપંથી છે અને નેપાળે નવું બંધારણ અપનાવ્યા પછી પહેલા વડાપ્રધાન બન્યા હતા.