દિલ્હી-

વિપક્ષી એકતાના પ્રયાસ વચ્ચે દિલ્લીમાં શરદ પવારે અમિત શાહ સાથે મુલાકાત કરી છે.ચોમાસુ સત્ર દરમિયાન તેમની આ મહત્વની મુલાકાત થઈ છે.આ બેઠકમાં મહારાષ્ટ્રમાં પૂર અને કોરોનાની સ્થિતિ  અંગે પણ બંને નેતા વચ્ચે ચર્ચા થાય તેવી સંભાવના છે. આ અગાઉ શરદ પવારે PM નરેન્દ્રમોદી સાથે મુલાકાત કરી હતી અને લગભગ એક કલાક જેટલી આ બેઠક ચાલી હતી.ત્યારે આજે ચોમાસુ સત્ર દરમિયાન અમિતશાહ સાથેની બેઠક પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. શરદ પવાર અને અમિત શાહની આ બેઠક તે દિવસે થઈ રહી છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે સવારે જ વિપક્ષી પાર્ટીને સંબોધિત કરી હતી.રાહુલ ગાંધી પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને એક કરવા અને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષની બેઠક પૂર્ણ થયા બાદ વિપક્ષી પાર્ટીઓ સંસદ સુધી સાઈકલ માર્ચ કાઢી હતી. શરદ પવાર અને અમિત શાહની આ મુલાકાત તે દિવસે થઈ રહી છે, જ્યારે મંગળવારે સવારે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓને નાસ્તા માટે બોલાવ્યા હતા. લગભગ 14 પાર્ટીઓ રાહુલ ગાંધીના આમંત્રણ પર એકત્ર થઈ હતી, જેમા એનસીપી પણ સામેલ હતી.