ભક્તિના માહોલ વચ્ચે ‘ગુરુ’ની ચરણવંદના સંયમિત રીતે સંપન્ન

વડોદરા : મહામારી કોરોનાએ સર્જેલા નિરાશાજનક માહોલને ખંખેરીને આજે વડોદરામાં ઠેર-ઠેર ગુરુપુર્ણિમાની સંયમિત રીતે પરંતુ પ્રસંગોપાત ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલનના સરકારી આગ્રહ અને સ્વયંભુ શિસ્તને કારણે લગભગ તમામ ઘાર્મિક સંસ્થાઓના વડા એવા આદરપાત્ર ધર્મગુરુઓએ “ગુરુપુર્ણિમા”ના દિવસે શિષ્યોના ટોળા ઉમટે એવા સંજાેગો ઉભા ન થાય એની ખાસ તકેદારી રાખી હતી.આ ઉપરાંત ગુરુશિષ્ય પરંપરામાં આસ્થા રાખનારા લેખકો , કવિ, પરફોર્મિંગ અને એપ્લાઈડ આર્ટસના કલાકારો વગેરેએ ખાસ કરીને પોતાના ગુરુઓની ચરણવંદના કરી આશિર્વાદ મેળવ્યા હતા.ભગવાન શ્રી દત્તાત્રેય સહિતના ગુરુસ્થાને પૂજાતા તમામ ધાર્મિક સંતો – આધ્યાત્મિક વિભૂતિઓના પૂૂજનના કાર્યક્રમોએ દિવસભર માટ ધાર્મિક માહોલ સર્જી દીધો હતો.

અષાઢ સુદ પુનમ એટલે ગુરુપુર્ણિમાનો દિવસ.આ દિવસે વિવિધ સ્થળો ખાતે ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.જાેકે આ વખતે પણ તિથીને લઈને અનેક મતભેદો વચ્ચે આજે અને કાલે બે દિવસ ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.મહામારીના કારણે તેમજ ગાઈડલાઈનના પાલન વચ્ચે ભંડારા તેમજ સાર્વજનિક કાર્યક્રમો ટાળવામાં આવ્યા હતા. ત્યારે દેવસાયુજ્ય સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા “તસ્મે શ્રી ગુરુવે નમઃ ” વિષય પર ઓનલાઈન ઝૂમ એપ દ્વારા પ્રવચન યોજવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે ડાॅ.પ્રપુલ પુરોહિત દ્વારા ગુરુ મહિમા વર્ણવામાં આવ્યો હતો.

જ્યારે બીજી તરફ વિવિધ ધાર્મિક સ્થળોએ શનિવારે ગુરુપુર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ વ્રજધામ સંકુલ ખાતે પ્રભુના સુખાર્થે બપોરે ૧૨ કલાકે રાજ દરબાર મનોરથ અને સાંજે છ કલાકે મોર કુટીર મનોરથ ઉજવાશે. તે સિવાય વિશ્વમાં ૧૫ દેશોમાં વસતા વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો ઝૂમના માધ્યમથી ઓનલાઈન આશીર્વચનનો લાભ પણ આપશે. તે સિવાય યોગી ડિવાઈન સોસાયટીના હરિપ્રસાદ સ્વામી દ્વારા પણ ઓનલાઈન સ્વામિનારાયણ મહામંત્રના જાપ તેમજ સત્સંગનું આયોજન કરવામાં આવ્યુંછે.શ્રી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર દ્વારા ગુરુપુર્ણિમા નિમિત્તે દિવ્ય ગુરુપુર્ણિમા ઉત્સવનું વડસર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શહેરના વિવિધ કોર્પોરેટર,મેયર સહિતના લોકો ઉપસ્થિત રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution