વડોદરા

પશ્રિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડીઆરએમ તરીકે અમિત ગુપ્તાએ આજે પદભાર સંભાળ્યો હતો. અમીત ગુપ્તા આ પૂર્વે મુખ્ય પ્રબંધક કોર્પોરેટ યોજના જીએમઆરસીના હોદ્દા પર કાર્યરત હતા, જ્યાં તેમણે એક મેટ્રોરેલ લાઈનના પ્રવર્તન અને અમદાવાદ મેટ્રો પરિયોજના ચરણ-ર અને સુરત મેટ્રો પરિયોજનાની મંજૂરીમાં કાર્યરત હતા. અમિત ગુપ્તા એક આઈઆરએસએમઈ અધિકારી છે. જેમણે ૧૯૯૧માં જમાલપુરથી પોતાની સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટિશિપ પૂરી કરીને ભારતીય રેલવેમાં જાેડાયા હતા. તેમની પાસે ટ્રેન સંચાલન, ડીઝલ લોકોમોટીવ કામગીરી, કોચિંગ સ્ટોક કામગીરી, સ્પ્રિંગ વિનિર્માણ અને નવી કાર્યશાળાઓની સ્થાપનાની કામગીરી, મશીન દ્વારા લોન્ડ્રીની કામગીરી, કાર્યશાળાઓના આધુનિકરણ જેવી પરિયોજનાઓને કાયાર્ન્વિતનો અનુભવ છે.

તેમણે ૧૯૯૯માં મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ, ગુડગાંગ, ભારતથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માર્ટર્સ કર્યું છે અને આ પ્રોગ્રામમાં પહેલા નંબર પર આવી પ્રધાનમંત્રી સુવર્ણપદકના વિજેતા પણ રહી ચૂકયા છે.