અમદાવાદ-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલ શનિવાર 20 ફેબ્રુઆરીની સાંજે અમદાવાદ આવી રહ્યા છે. 21 ફેબ્રુઆરીને રવિવારે અમદાવાદ સહીત છ મહાનગરપાલિકાની યોજાનાર ચૂટણીમાં અમિત શાહ મતદાન કરશે. અમિત શાહ ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના સંસદસભ્ય છે. અને નારણપૂરા વિધાનસભા ક્ષેત્રના તેઓ મતદાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમા નારણપૂરા વોર્ડના મતદાર તરીકે મતદાન કરશે. જો કે સૂત્રોનું કહેવુ છે કે તેઓ અમદાવાદની મુલાકાત દરમિયાન મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડીયમની પણ મુલાકાત લઈ શકે છે. આ સ્ટેડીયમનું વિધિવત્ત ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાનાર છે.