અમદાવાદ-

ભૂતપૂર્વ અભિનેત્રી સુરેખા સિક્રી આપણને હંમેશા માટે અલવિદા કહી 16 જુલાઈના રોજ એમને સ્વર્ગ યાત્રા કરી હતી. એમની જગ્યા ભારતીય સિનેમા અને ટીવી સીરીયલમા કોઈ દિવસ કોઈ પુરી નહિ શકે. આખી દુનિયા એ એમના નિધન પર પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરી છે,એમા અમુલ બ્રાન્ડ નો પણ સમાવેશ થાય છે.

અમુલએ એક સુંદર અને યુનિક કાર્ટૂન દ્વારા સુરેખાજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેઓએ સુરેખાજીના 3 વાર નેશનલ એવોર્ડ મળેલા રોલ ની એનિમેટેડ કૃતિ બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરિયું હતું, અને તેની સાતે સાતે "હર રોલ મે બધાઈ મિલી" આ ટેગલાઈન આપીને સુરેખાજીનું માન વધારવામાં આવ્યું હતું. ટીવીની દાદીસા ભલે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને જતી રહી પરંતુ એ એમના પ્રશંશકોના દિલમાં હંમેશા રહેશે.