દિલ્હી-

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પુખ્ત દંપતીને સાથે રહેવાનો અધિકાર ફક્ત એટલા માટે નકારી શકાતો નથી કે પુરુષ હજી લગ્ન કરવાની કાનૂની વય ધરાવતો ન હોય.જસ્ટિસ અલકા સરીનની ખંડપીઠે નિરીક્ષણ કર્યું હતું કે પુખ્ત વયના દંપતીને કાયદાની સીમામાં રહીને તેમની ઇચ્છા હોય તેમ તેમનું જીવન જીવવાનો દરેક અધિકાર છે.

એ જાેતાકે, “માતાપિતા એક બાળકને પોતાની શરતો પર જીવન જીવવા માટે દબાણ કરી શકતા નથી અને તે કે દરેક પુખ્ત વયના વ્યક્તિને તેમનું જીવન જીવવાનો અધિકાર છે, જેમ કે તેમને ઉચિત લાગે છે.”, હાઈ કોર્ટે એક કપલને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનાં અધિકારને જાળવી રાખ્યુ છે.

કોર્ટે કહ્યું કે, સ્પષ્ટ છે કે તે પુખ્ત છે. ફક્ત આ તથ્યના કારણે કે અરજદાર નંબર ૨ વિવાહ યોગ્ય ઉંમર ધરાવતો નથી, અરજદારને સંભવતઃ ભારતના બંધારણના અનુચ્છેદ ૨૧ અંતર્ગત પરિકલ્પિત તેના મૌલિક અધિકારોને અમલમાં લાવવાથી રોકી ન શકાય. અરજદાર, બંનેના પુખ્ત હોવાના કારણે લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેવાનો ર્નિણય લીધો છે અને સંભવતઃ પ્રતિવાદીઓ માટે તેના પર વાંધો વ્યક્ત કરવાનું કોઇ કાનૂની કારણ ન હોઇ શકે.

ન્યાયાધીશ અલકા સરીનની ખંડપીઠ અરજદારો વતી ફાઇલ કરેલી ફોજદારી રિટ અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં તેમણે માગણી કરી હતી કે પ્રતિવાદી નંબર 4-6 માંથી ભારતના બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળેલા જીવન અને સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની સુરક્ષા કરવામાં આવે. કોર્ટની સામે આવેલાં બંને અરજદારો પુખ્ત વયના છે અને પાછલા વર્ષથી એકબીજાને ઓળખે છે અને એક બીજા સાથે લગ્ન કરવા માંગે છે.જાેકે, જ્યારે અરજદાર નંબર -1 (યુવતી) ના માતા-પિતાને તેમના સંબંધ વિશે જાણ થતાં પરિવારજનો વચ્ચે ઝઘડો થયો હતો. 

કથિત રીતે, અરજદાર નંબર 1 ના માતા-પિતાએ તેને સખત માર માર્યો અને તેની મરજીની વિરુદ્ધ તેની સાથે લગ્ન કરવાનો ર્નિણય કર્યો હતો, તેને એક ઓરડામાં કેદ કરી લીધી હતી. તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને અરજદાર નંબર 2 (છોકરા) સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા પર તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.