વડોદરા,તા.૨૧ 

વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર સમક્ષ નિઝામપુરાના રહીશો દ્વારા એમના વિસ્તારમાં રૂર્બન હેલ્થ સેન્ટર અંગેની માગ પુરી કરવાને માટે રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના રહીશો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એક તરફ એક જ વિસ્તારમાં નજીવા અંતરમાં બબ્બે અર્બન હેલ્થ સેન્ટર છે. જયારે નિઝામપુરાની પંદર હજાર ઉપરાંતની વસ્તી વચ્ચે એક પણ અર્બન હેલ્થ સેન્ટર નથી. આ વિસ્તારના અગ્રણી વિજય જાધવની આગેવાની હેઠળ પાલિકાના કમિશ્નરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નિઝામપુરાના રામેશ્વર ચાલ, રામપુરા, ભીલ ચાલી, ગ્રેફાઇડ કમ્પાઉન્ડ, સુરભી એવન્યુ, એમબીસી દાસ પટેલ સોસાયટી, તિવારી ચાલ, શંકરવાળી, સરદારનગર, પંનાલાલની ચાલ, નાણાવટી ચાલ સહિતના વિસ્તારમાં મળીને અંદાજે પંદર હજારની આસપાસની વસ્તી આવેલ ઈ છે. તેમ છતાં આટલી મોટા પ્રમાણની વસ્તી વચ્ચે એકપણ અર્બન હેલ્થ સેન્ટરની સવલત આપવામાં આવી નથી. વર્ષો પહેલા આ વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ પુરી પાડવાને માટે પંડ્યા હોટલ પાસે હેલ્થ સેન્ટર હતું. જે ત્યારબાદ અમરનગર પાસે ખસેડી દેવામાં આવ્યું છે. હાલમાં ત્યાં માત્ર ૫૦૦ મીટરના વિસ્તારમાં બબ્બે અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે. હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રાહિ૮ છે. તેવા સંકટ ટાણે આ વિસ્તારના લોકો આરોગ્યની સુવિધાઓથી વંચિત રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સત્વરે અર્બન હેલ્થ સેન્ટર આપવા માગ કરી છે.