રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી ૨ ખાતે યોજાયેલ કમાન્ડરર્શ કોન્ફરન્સમાં ભાગ લઈ અધિકારીઓ આર્મીના હેલિકોપ્ટરમાં અમદાવાદ જવા રવાના થયા હતા, દરમિયાન આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રીક ખામી સર્જાઇ હતી.જેને લઇને નડિયાદ નજીક રસ્તાની બાજુમાં આવેલી ખાલી જગ્યાએ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. હેલીકોપ્ટરમાં સવાર આર્મીના ઉચ્ચ અધિકારીઓને સલામત રીતે સર્કીટ હાઉસ લઇ જવાયા હતા.

નડીયાદ પાસે હેલીકોપ્ટરના પાયલટને રેડ સિગ્નલ જાેવા મળ્યું હતું. જેમાં યાંત્રિક ખામી સર્જાઇ હોવાનો સંકેત હતો. પાયલટે સમયસુચકતા વાપરીને સાવચેતી પુર્વક નડીયાદથી મહુધા જવાના રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યાએ હેલીકોપ્ટરનું ઇમરન્સી લેન્ડીંગ કરાવ્યું હતું.અને અંદર બેઠેલા આર્મીના ઉચ્ચ અધિકારીઓને બહાર કાઢ્યા હતા.રસ્તાની બાજુમાં આર્મીના હેલીકોપ્ટરનું લેન્ડીંગ થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ઉત્સુકતા જાેવા મળી હતી. એક તબક્કે હેલીકોપ્ટરની આસપાસ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી ૨ ખાતે ૪ માર્ચથી ૬ માર્ચ સુધી કમાન્ડરર્શ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સેનાની ત્રણ પાંખના વડા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬ માર્ચે સમાપન સમારંભમાં હાજરી આપી હતી.

ઘટનાની જાણ થતાની સાથે મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને આર્મી ઓફિસરને અમદાવાદ મોકલવાની તજવીજ શરૂ કરી દીધી હતી.પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આર્મીના હેલીકોપ્ટરમાં ઓફિસર એઓસી એરમાર્શલ ગોટીયા અને સિમલા ટ્રેનિંગ સેન્ટરમાં લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા હાજર હતા.બંનેને સલામત રીતે હેલીકોપ્ટરમાંથી બહાર લાવી સર્કીટ હાઉસ ખાતે લઇ જવામાં આવ્યા હતા.ત્યાંથી આર્મીના ઉચ્ચ અધિકારીઓને માર્ગ મારફતે અમદાવાદ મોકલવામાં આવશે.