વડોદરા : સાવલી તાલુકાના ટુંડાવ ગામે આવેલી એક હંમેશા વિવાદોમાં રહેતી ઇન્ડો એમાઇન્સ લીમીટેડ કંપનીમાં કામગીરી દરમિયાન એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો હતો. આ બનાવ ઉપર ઢાક પીઠોડો કરવા કંપની સંચાલકોએ ગુનાહીત પ્રવૃત્તીઓ કરી હોવાનું બહાર આવતા ભાદરવા પોલીસે સારવાર આપનાર વડોદરાની ખાનગી હોસ્પિટલ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ પણ આ કંપની જી.પી.સી.બી.થી માંડી અનેક સરકારી તંત્રની તપાસની રડારમાં આવી ચુકી છે.

ગામના સ્થાનીક કામદારોને છુટા કરવાનો મામલો હોય કે હાર્ઝડર્સ કેમીકલની ગેરકાયદે હેરાફેરી અંગે વારંવાર વિવાદોમાં આવતી ટુંડાવની ઇન્ડો એમાઇન્સ લીમીટેડ કંપનીના પ્રાગણમાં જ પોલીસ વિભાગનું વિશ્રામગૃહ હોવાથી આ બનાવની ગંભીરતાથી નોંધ નહીં લેવાઇ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ભાદરવા પોલીસે આખબારી અહેવાલો બાદ કંપની અને દાઝી ગયેલા કર્મી રામધન યાદવની સારવાર કરતી સંગમ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.

જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ખાતે આવેલી ઈન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીમાં એસિડિક કેમિકલ પડતા એક કર્મચારી દાઝ્‌યો હતો. ઘટનામાં કર્મચારી ગંભીર રીતે દાઝી જતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જાેકે કંપની સંચલકોએ આ અંગે પોલીસને જાણ કરી નહોતી. જેથી ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થયો હોવાનું જણાય છે. સાવલી તાલુકાના ટુંડાવ ખાતે આવેલી ઈન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીમાં કેમિકલ અનલોડ કરતી વખતે દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં એક કર્મચારી ગભીર રીતે દાઝ્‌યો હતો. ઘટનામાં કર્મચારી ગંભીર રીતે દાઝી જતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં કર્મચારીની સારવાર હાલ ચાલી રહી છે. જાેકે, સમગ્ર ઘટના પર કંપની સંચાલકોએ પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો અને દાઝેલા કામદાર અંગે ભાદરવા પોલીસને પણ અંધારામાં રાખી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કામદાર અંગે ભાદરવા પોલીસ પણ અજાણ હતી. જાેકે ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ સ્થળ પર દોડી ગઈ છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

પરિવારને પણ આ અંગે સાચી માહિતી નહીં આપી

ઇન્ડો એમાઇન્સ કંપનીના સંચાલકો દ્વારા દાઝી ગયેલા કર્મચારી રામધન યાદવના પરિવારને પણ આ અંગે સાચી માહિતી નહીં આપી ઘટનાને દબાવાનો શરમજનક પ્રયાસ કર્યો છે. મુળ ઉત્તર પ્રદેશના અને ટુંડાવ ખાતે ભાડે રહી કંપનીમાં કામ કરતા રામધન યાદવની પત્નીને પતી ગંભીર રીતે દાઝી ગયા હોવાની જાણકારી અપાઇ નથી. સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે અંત્યત જલદ અને હાનીકારક કેમીકલનું ઉત્પાદન કરતી હોવા છતા કોઇ પણ કામદારને સેફ્ટીના સાધનો અપાતા જ નહીં હોવાથી વારંવાર દુર્ઘટનાઓ ઘટે છે.

જાણકારી નહીં આપવા બદલ બંને સામે કાયદેસર કાર્યવાહી થશે

ઇન્ડો એમાઇન્સ કંપનીના કંપાઉન્ડમાં જ જિલ્લા પોલીસનુ વિશ્રામગૃહ આવેલું છે. જ્યાં પો.કર્મીઓની અવર જવર રહે છે તેમ છતાં આવી ઘટના અંગે ભાદરવા પોલીસને જાણ થઇ નથી. ઘટનાના સમાચારો વહેતા થતાં જ સફાળી જાગેલી ભાદરવા પોલીસે કંપનીના જવાબદાર અધિકારીઓ અને વડોદરાની ખાનગી સંગમ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો સંપર્ક સાધવાની કામગીરી શરૂ કરી છે. પો.અધિકારી જાડેજાના જણાવ્યા પ્રમાણે, નિયમ મુજબ જાણકારી નહીં આપવા બદલ બંને સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.