વડોદરા,તા.૨૧  

વડોદરા શહેરમાં કાર્યરત રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા વડોદરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની પ્રેરણાથી કોરોના યોદ્ધા એવા સમર્પિત સેવકોને વીમા સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. ૩૩૮ કાર્યકરોને પ્રત્યેકને રૂપિયા પાંચ લાખ લેખે કુલ રૂપિયા ૧૬ કરોડ ૯૦ લાખનું કોરોના સારવાર વીમા કવચ પૂરું પડાયું છે. જેના લાભાર્થીઓને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે પોલિસી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે યોગેશ પટેલ (મુક્તિ)અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ૩૩૮ જેટલા કોરોના યોદ્ધા એવા સમર્પિત સેવકોને કોરોના સારવાર વીમા કવચ પોલીસીનું સુરક્ષા છત્ર મળતા એક અનોખી ઉદાહરણીય સેવાનો પ્રારંભ વડોદરામાંથી થયો છે. જે મુજબ પ્રત્યેક કાર્યકરને રૂપિયા પાંચ લાખ પ્રમાણે કુલ ૩૩૮ને કુલ રૂપિયા ૧૬ કરોડ ૯૦ લાખના કોરોના સારવાર વીમા સુરક્ષાની ખાત્રી મળી છે. આ એવા કાર્યકરો છે.જેઓએ લોકડાઉં દરમિયાન અને અનલોક પછીથી પણ માથે જીવનું જોખમ વોહરીને પણ સમાજના વંચિતોની સેવા કરી છે.તેમજ પોતાની જાતને અણનમ કોરોના યોદ્ધા પુરવાર કર્તવ્ય છે.આવા સ્વાસ્થ્ય સમાજ સેવકોના સ્વાસ્થ્યની કદરના ભાગરૂપે આ વીમા સુરક્ષા કવચ પૂરું પાડાયું છે. આ અભિયાન અંતર્ગત રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબે માત્ર કોરોના જ નહિ.પરંતુ સતત વિવિધ સેવા પ્રવૃતિઓમાં નિશ્વાર્થ યોગદાન આપતા સ્વયંસેવી કાર્યકરોની સેવાના કદરરૂપે રાજ્યમાં સૌ પ્રથમવાર એક અનોખી પહેલરૂપે અનુકરણીય શરૂઆત કોરોના વીમા સુરક્ષા કવચ પૂરું પાડીને કરવામાં આવી છે. સમગ્ર દેશમાં કોઈ રાજકારણીના સમર્પિત કાર્યકરો સહીત માનવ સેવાના ઉમદા ઉદ્દેશથી જોખમ ઉઠાવતા “કોરોના વોરિયર્સ” માટે આવા સામુહિક ઈન્સ્યુરન્સ પોલિસી લેવાઈ હોય એવી સર્વપ્રથમ ઘટના છે.આ ઉદ્દાત્ત હેતુ અને સમર્પિત કાર્યકરો પરત્વેની કાળજી અંગે પૂછતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે,હું રાજ્યના તમામ ધારાસભ્યોને અપીલ કરું ચુ કે તેઓ પણ પોતપોતાના સમર્પિત કાર્યકરો અને તેમની આસપાસના કોરોના વોરિયર્સના આવા વિમા કવચ લઇ તેમની માનવ સેવાને બિરદાવે.