પાદરા : પાદરા તાલુકાના રણુ ગામે આવેલ ઇપ્કા લેબોરેટરી પ્રા.લી કંપનીના ચેરમેન તેમજ મેનેજીંગ ડાયરેક્ટર વિરુદ્ધ જમીન પચાવી પાડી ગેરકાયદેસર રીતે કબ્જાે મેળવી લીધેલ હોવા અંગે લેન્ડ ગ્રેબીંગ હેઠળ પાદરા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે. આ એક્ટ હેઠળ ગુજરાતમાં સૌ પ્રથમ કંપની સત્તાવાળાઓ સામે ફરિયાદ નોંધાવવાનો પ્રથમ બનાવ છે.

 ગુજરાત સરકાર તરફથી રાજયમા ખેડુત/ગરીબ લોકોની જમીન ગેરકાયદેસર પચાવી પાડનાર ઇસમો વિરૂદધ કડક કાર્યવાહી થાય તેમજ ખડેુતોની જમીન જેતે સ્થિતીમા રહે તે હેતુથી લેન્ડગ્રેબીગ અંગેનો નવો કાયદો અમલમા લાવી કડક કાર્યવાહી હાથ ધરવા અંગે સરકાર તરફથી સુચ ન કરવામા આવેલ છે જે અનુસાંધાને રણું ગામના અરજદાર હિરલકુમાર ચંદુભાઇ પટેલ, ઉ.વ.૩૯ રહે.બાપુજીનીખડકી, રણું, તા.પાદરા, જી.વડોદરા નાઓની સંયુકત માલીકીની પાદરા તાલુકાના રણુ ગામની સીમમાં આવેલ જમીન જેનો જુનો સર્વે નં.૧૪૨-૨ જેનો જુનો બ્લોક.નં.૧૧૭૭ તથા નવો બ્લોક નં-૧૩૬૭ વાળી જમીન જેનુ ક્ષેત્રફળ ઃ ૦-૪૧-૬૨ જેટલી જમીન ગત તારીખ તા.૦ો૪/૦૮/૨૦૧૫ ના રોજથી ઇપ્કા કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર (૧) પ્રેમચંદ ગીગાલાલ ગોધા રહે.ઓબેરોય સ્કાઇહાઇટ લોખંડવાલા કોમ્પ્લેક્ષ અંધેરી વેસ્ટ મુંબઇ તથા જાેઇન્ટ મેનેજીંગ ડાયરેકટર (૨) અજીત કુમાર જૈન રહે. ઓજાેન રૂસ્તમજી ટાવર નંબર-૫ ટેલીફોન એક્ષચેન્જ પાછળ મુલંદલીંક રોડ ગોરેગાવ વેસ્ટ મુંબઇ તથા એકઝીકયુટીવ ડાયરેકટર (૩) પ્રશાંત પ્રેમચંદ ગોધા, રહે.ઓબેરોય સ્કાઇહાઇટ લોખંડવાલા કોમ્પ્લેક્ષ અંધેરી વેસ્ટ મુંબઇ તથા એકઝીકયુટીવ ડાયરેકટર (૪) પ્રણય પ્રેમચંદ ગોધા રહે. ઓબેરોય સ્કાઇહાઇટ લોખંડવાલા કોમ્પ્લેક્ષ અંધેરી વેસ્ટ મુંબઇ નાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકત હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લેન્ડગ્રેબીંગ કાયદા હેઠળ ગુનો બનતા અરજદાર ખેડૂત હિરલકુમાર ચંદુભાઇ પટેલ ની વિગતવાર ની ફરીયાદ લઇ ગુનો દાખલ કરવા વડોદરા જીલ્લા કલેકટર તરફથી હુકમ કરવામા આવતા ઇપ્કા કપનીના ચેરમેન તેમજ એમ.ડી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી ચેરમેન તેમજ એમ.ડી ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કાર્ય છે. આ એક્ટ હેઠળ ગુજરાતમાં સૌ પ્રથમ ફરિયાદ નોંધાવવાનો પ્રથમ બનાવ નોંધાવા પામ્યો છે.