સુરત, તા.૮ 

નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક પાલિકાની ડ્રેનેજ લાઈનમાં મનપાના ડ્રેનેજ કોન્ટ્રાકટમાં કામ કરતા બે મજૂરો કામ માટે અંદર ઉતર્યા હતા. બંને મજૂરોને કોઈપણ પ્રકારની સેફટી વિના અંદર ઉતારવામાં આવ્યા હતા. જેમાં ડ્રેનેજ લાઈનમાં ગૂંગળામણ થવાના કારણે બંને મજૂરો બેભાઈ થઇ અંદર જ ઢળી પડ્યા હતા. બંને મજૂરોને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

આ બનાવને પગલે પોલીસે આ કેસમાં કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી તેની ધરપકડ માટેની કાર્યવાહી શરુ કરી છે. ગતરોજ નાનપુરા માછીવાડમાં સર્કલ પાસે પાલિકાની ડ્રેનેજ લાઈનમાં મનપાના ડ્રેનેજ કોન્ટ્રાક્ટમાં કામ કરતા બે મજૂરો ડ્રેનેજ લાઈનમાં કામ માટે ઉતર્યા હતા.

અચાનક જ બંને મજૂરો ગૂંગળાઈ જતા બંને બેભાન થઇ ઢળી પડ્યા હતા. પોલીસે આ ગોઝારી કેસમાં આખરે અનિલભાઇ મોમસિંગ આમલીયાર ની ફરિયાદ લઇ કોન્ટ્રાક્ટર જોગરામ સેન સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જોગરામ સેન સામે ઇ.પી.કો.કલમ ૩૦૪ તથા એટ્રોસીટી કલમ-૩(૧)(જે) ,૩(૨)(૫) ધ પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ ૨૦૧૩ ની કલમ-૯-મુજબ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.