વાઘોડિયા, તા.૩  

વાઘોડિયાના ગોરજ ગ્રા. પંચાયતના મહાદેવપુરા ગામે પ્રા. શાળા પાછળના ફળીયામા રહેતા ૫૫ વર્ષીય વૃધ્ધા મંગીબેન ઊકેળભાઈ વસાવા કપડા ધોવા ઘર પાસે વહેતી દેવનદીમાં ગયા હતા. પતી અને પુત્ર ખેતી કામે ગયા હોવાથી ઘરે માત્ર મોટા દિકરાનો નાનો દિકરો એકલો રમતો હતો. તેને ઘરે મુકી નદીએ કપડા વાસણ કરતા હતા ત્યારે પાણીમાંથી બે મગરે ઓંચીતાનો હૂમલોકરી વૃધ્ધાને દબોચી ઊંડા પાણીમા ગરકાવ થઈ ગયા હતો.બપોરે પુત્ર ખેતીકામેથી આવતા પિતા પુત્રએ માતાને ઘરે નહિ જોતા રમતા બાળકને પુછતા જાણવા મળ્યું હતું કે બા તો નદીએથી પાછા આવ્યા નથી.પુત્ર અને પતીએ નદીએ તપાસ કરતા કપડાનુ તગારૂ અને પ્લાસ્ટીકની ડોલમા કપડા જેમના તેમ પડેલા મળી આવ્યા હતા. પિતા-પુત્રે દેવનદીમાં ઝંપલાવી

વૃદ્ધાને શોધવાનું અભીયાન કર્યું હતું. સતત એક કલાક સુઘી નદીમાં રઝડપાટના અંતે એક કિલોમીટર દૂર વૃધ્ધાનુ ભક્ષણ કરતા બે મગરો દેખાઈ આવતા. સ્થાનિકોએ મગરના મુખમાંથી વૃદ્ધાનો મૃતદેહ મેળવવા અન્ય સ્થાનીક તરવૈયાઓની મદદથી મૃત વૃદ્ધાને નદિ બહાર કાઢવામા આવી હતી. વૃદ્ધાનો એક હાથ, એક પગ સહિત અન્ય અંગો મગર ખાઈ ગયો હતો.