મહેસાણા, તા.૧૧ 

ખેરવા સ્થિત ગણપત યુનિ.ના સેન્ટર ફોર એન્ટર પ્રિન્યોરશીપ દ્વારા ઓનલાઇન પેનલ ડિસ્ક્શનનું આયોજન કરાયું હતુ. એન્ટર પ્રિન્યોરશીપ એઝ એ રિવાડિંગ કેરિયરએ તેનો વિષય હતો. ગણપત યુનિ.નો પ્રેસિડેન્ટ પ્રદ્મ ગણપતભાઇ પટેલ, બકેરી એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર પવન બકેરી, એન્ટરપ્રિન્યોરલ ક્ષેત્રના વૈશ્વિક અગ્રણી અને વિશ્વકક્ષાના વક્તા તેમજ ડિજિટલ ઇનોવેટર-જર્મનીના મિ.ફ્રેન્ક સીગર,ફર્સ્ટ નામની કંપનીના સીઇઓ અને આઇઆઇટી કાનપુરના નિખિલ અગ્રવાલ તેમજ યુનિ.ની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડિન પ્રો.ડો.સોરભી ચતુર્વેદી જેવા નિષ્ણાત મહાનુભાવોની બનેલી પેનલ દ્વારા વેબિનારમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક્તાએ કેવી ફાયદાકારક,ઉંચુ વળતર આપતી કારકિર્દી છે. તેના વિશે માર્ગદર્શનઅપાયું હતુ. યુનિ.ના વિવિધ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આ ઓનલાઇન પેનલ-ડિસ્ક્શનમાં જોડાયા હતા.જેમને કયા કયા વ્યવસાયોમાં કેવી કેવી કારકિર્દી સુલભ છે એના વિશે નિષ્ણાત મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. યુનિ.ના સેન્ટર ફોર એન્ટર પ્રિન્યોરશીપના ચેર-પર્સન પ્રો.રેમી મિત્રાએ ચર્ચા સભાનું સંચાલન કર્યું હતુ.