પાદરા, તા.૨

પાદરામા પણ ઓનલાઈન મોબાઈલ મંગાવનાર યુવક સાથે છેતરપિંડી થઇ હતી, મૂળ રાજસ્થાનના રહેવાસી અને છેલ્લા ઘણા વર્ષોથી પાદરામાં રહેતા યુવકના મોબાઈલ પર ફોન આવતા ખાનગી કંપનીનો મોબાઇલ ઓનલાઈન મંગાવતા તેમાં ભગવાનની મૂર્તિ તેમજ ત્રિશુલ નીકળયા હતા.

ઓનલાઈન મોબાઈલ મંગાવનાર રાજસ્થાની યુવકે જણાવ્યું હતું કે મારા મોબાઇલ નંબર પર એક નંબર પરથી ફોન આવ્યો હતો અને જેમને જણાવ્યું હતું કે રૂપિયા ૪૫૦૦ રૂપિયા માં તમને મોબાઇલ મળશે જેથી મેં રૂપિયા ૪૫૦૦ રૂપિયા આપ્યા હતા અને ઓનલાઇન મોબાઇલ મંગાવ્યો હતો. જેનગાવેલ મોબાઈલની ડિલીવરી લેવા માટે મારી પાસે જેતે સમયે રૂપિયા ન હોય ઓર્ડર કેન્સલ કરાવેલ હતો.

પરંતુ ત્યારબાદ જે જગ્યા પરથી મંગાવ્યો હતો તે જગ્યા પરથી મને ફોન આવતા અને ૪૫૦૦ રૂપિયા ભરી મોબાઈલ નું પેકિંગ હતું તે ખોલી ને જાેતા જેમાંથી ભગવાનની મૂર્તિ તેમજ ત્રિશુલ અને કાગળના ડૂચા નીકળી આવ્યા હતા.

મોબાઈલ આવ્યો ન હતો જેથી મેં જે તે વ્યક્તિને ફોન કરતા મારું તાત્કાલિક ધોરણે નિકલ આવી ગયો હતો જેથી હું આમાં હું છેતરાયો છું તેવુ મને જ્ઞાન થઈ ગયું હતું.