ડભોઇ

ડભોઇ વેગા ત્રિભેટ નજીક આવેલ રેલ્વે ઓવર બ્રિજ ઉપર થી ઓવર લોડલાકડા ભરેલી એલ.પી.ટ્રક પૂર ઝડપે આવી રહી હતી અને વેગા સર્કલ નજીક આગડ ચાલતી એક કાર ને અડફેટે લઈ એકા એક મોટા ધડાકા સાથે લાકડા નમી પડતાં પલટી ખાઈ ગઈ હતી સમગ્ર બનાવ માં ટ્રકચાલક, ક્લીનર અને કારસવાર ડ્રાઈવર ને નાની મોટી ઇજાઓ થવા પામી હતી જો કે સ્થાનીક લોકો દ્વારા તમામ ને બહાર કાઢી નજીક ના દવાખાન સારવાર માટે ખસેડાયા હતા મોટી કોઈ જાનહાની થવા પામી ન હતી.ડભોઇ વેગા ત્રિભેટ નજીક આવેલ સર્કલ પાસે છોટાઉદેપુર સાઈડ થી લાકડા ભરી આવતી એલ.પી.ટ્રક નંબર જી.જે.૦૧.સી.યુ.૪૪૮૫ ના ચાલક નો ટ્રક માં ભરેલા લાકડા નમી પડાતા આગડ ચાલતી એક કાર નંબર યુ.પી.૯૧.ક્યૂ.૧૩૯૯ ને અડફેટે લઈ સર્કલ નજીક જ પલટી ખાઈ ગઈ હતી આ ટ્રક રેલ્વે ઓવર બ્રિજ ઉપર થી પૂર ઝડપે આવતી હોય ટ્રક ચાલક નું સ્ટ્રેરિંગ ઉપર કાબૂ રહ્યું ન હતું સાથે જ ઓવર લોડ ભરેલા લાકડા એક તરફ નમી જતાં ટ્રક પલટી ખાઈ ગઈ હતી જ્યારે સમગ્ર બનાવ માં કાર ચાલક ને હાથે પગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. અને ટ્રક ના ડ્રાઈવર અને ક્લીનર બંને ટ્રક માં ફસાઈ ગયા હતા સ્થાનીક દુકાન દારો આકસ્માત જોઈ દોડી આવ્યા હતા અને અડધો કલાક ની ભારે જહેમત બાદ કાર ચાલક અને ટ્રક ના ડ્રાઈવર તેમજ ક્લીનર ને બહાર કાઢી ૧૦૮ ની મદદ થી નજીક ના દવાખાને સારવાર માટે મોકલી અપાયા હતા સમગ્ર બનાવ માં મોટી કોઈ જાનહાની થવા પામી ના હતી.