આણંદ : પશ્ચિમ રેલવેએ યાત્રિકોની માગ અને સુવિધાને અનુરૂપ અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ, અમદાવાદ-નાગપુર તેમજ વેરાવળ-પૂણે વચ્ચે સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિણર્ય લીધો છે. આ ત્રણેય ટ્રેનને આણંદ અને નડિયાદ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યાં છે. 

પશ્ચિમ રેલવેની યાદીમાં જણાવાયું હતું કે, અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ૨૩મી જાન્યુઆરીથી આગામી સૂચના સુધી દર શનિવારે અમદાવાદથી ૯ઃ૪૦ કલાકે ઉપડી બીજા દિવસે બપોરે ૪ કલાકે ચેન્નાઈ પહોંચશે. વળતી બાજુથી ચેન્નાઈ સેન્ટ્રલથી ૨૨મી જાન્યુઆરીથી દર શુક્રવારે બપોરે ૩ઃ૫૦ કલાકે ઉપડીને બીજા દિવસે રાતે ૮ઃ૫૦ કલાકે અમદાવાદ પહોંચશે.

આ ઉપરાંત અમદાવાદ - નાગપુર સુપરફાસ્ટ ટ્રેન આગામી ૨૧મી જાન્યુઆરીથી દર ગુરુવારે સાંજે ૬ઃ૩૦ કલાકે અમદાવાદથી પ્રસ્થાન કરશે, જે બીજા દિવસે નાગપુર પહોંચશે. તેમજ અગામી ૨૩મી જાન્યુઆરીથી દર શનિવારે વેરાવળથી પૂણે વિશેષ ફાસ્ટ સવારે ૧૦ઃ૪૫ કલાકે ઉપડશે જે બીજા દિવસે સવારે ૭ઃ૩૫ કલાકે પૂણે પહોંચશે.