આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશના તિરૂપતિના સરકારી હોસ્પિટલમાં 11 દર્દીઓના મોત ઓક્સિજનની સપ્લાય ઘટતાં થયાં હતાં ઓક્સિજનની સપ્લાઇમાં પાંચ મિનિટની વાર થતાં 11 દર્દીઓના મોત થઇ ગયાં હતા.આ ઘટના પર મુખ્યમંત્રીએ દુ;ખ વ્યકત કર્યું .

ચિતૂર જિલ્લાના કલેકટર એમ હરિ નારાયણના જણાવ્યા અનુસાર આ ઘટના તિરૂપતિના રૂઇયા હોસ્પિટલમાં થઇ હતી,આ હોસ્પિટલ કોવિડ જાહેર કરવામાં આવ્યું હતું .તમામ કોરોના દર્દીઓ આઇશીયુ વોર્ડમાં દાખલ હતા.અચાનક ઓક્સિજન ઓછો થતાં 11 દર્દીઓની મોત થઇ ગઇ .તેમણે જણાવ્યું હતું કે ઓક્સિજન ખાલી થતાં સિલિન્ડર બીજીવાર ભરવામાં પાંચ મિનિટનો સમય લાગ્યો આ સમય દરમિયાન સિલેન્ડરનો દબાવ ઓછો થવાના લીધે દર્દીઓને પૂરતો ઓક્સિજન ના મળતાં તેમની મોત થઇ હતી.