વલસાડ, વલસાડ જિલ્લાની આંગણવાડી બહેનોએ મહિલા દિન ની ઊજવણી નિમિત્તે માથે કાળી પટ્ટી બાંધી રેલી યોજી કલેકટર કચેરી સામે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી તેમની વિવિધ માંગો ને લઈ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. વલસાડ જિલ્લામાં આંગણવાડીમાં ફરજ બજાવતી બહેનો અને ફેસિલિટર બહેનો વેતન વધારવા તેમજ તેવો ને ત્રીજા કે ચોથા વર્ગ માં સમાવવા સરકાર સામે અપીલ કરી હતી.

બેટી બચાવો બેટી પઢાવો તેમજ સ્ત્રી શશક્તિ કરણ માટેના અનેક કાર્યક્રમો યીજી સ્ત્રીઓ ના હક અને સમ્માન ની વાતો કરનારી સરકારે આંગણવાડીની મજબુર બહેનો ની માંગણી તરફ ધ્યાન આજદિન સુધી આપી નથી સરકાર ની આ નીતિ સામે આંગડવાડી ની બહેનો એ વિરોધ નોંધાવ્યો છે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની આખા વિશ્વ માં ઊજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લા ની આંગણવાડી ની બહેનો એ પોતાની વ્યથા ઠાલવી સરકાર ની આવી નીતિના વિરોધમાં માથે કાળી પટ્ટી બાંધી રેલી યોજી નારી શક્તિ નું પ્રદર્શન કર્યું હતું.

 વલસાડ જિલ્લાની આંગણવાડી બહેનોએ મહિલા દિન નિમિત્તે આંગણવાડી બહેનોને યોગ્ય સન્માન નહિ મળતું હોવાથી અને તેમની સાથે થઈ રહેલા શોષણ સામે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. ૧૫૦થી વધુ આંગણવાડી મહિલા બહેનોએ કલેકટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી આવેદન પાત્ર આપ્યું હતું. આવેદન માં જણાવ્યા પ્રમાણે તંત્ર દ્વારા આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી. આંગણવાડી બહેનો અને ફેસિલિટર બહેનોને માત્ર રૂપિયા ૨૦૦૦ જેટલોજ પગાર ચુકવવામાં આવે છે. આંગણવાડી બહેનોએ સરકારમાં ઘણા વર્ષોથી લઘુતમ વેતન અને ત્રીજા કે ચોથા વર્ગમાં સમાવી લેવાની માંગ સાથે રજૂઆતો કરી હતી.

આમોદમાં આંગણવાડી કર્મચારી સંઘનું મામલતદારને આવેદન

ગતરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આમોદ મામલતદારને ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ તેમજ ભારતીય મજદૂર સંઘે આવેદનપત્ર આપી સરકાર પાસે વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. જેમાં આંગણવાડી મહિલા અને સહાયકને સરકારી કર્મચારીનો દરજ્જાે આપવામાં આવે.તેમજ લઘુત્તમ વેતન આપવામાં આવે.રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ મુજબ ભારત દેશના દરેક આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળાની માન્યતા આપવામાં આવે તેમજ આંગણવાડી કાર્યકરોને પ્રાથમિક શિક્ષકનો દરજ્જાે આપવામાં આવે. સ્ત્રીઓને લાગતી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા માટે ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી સુરેન્દ્રસિંહ રાજ, ભારતીય મજદૂર સંઘના જિલ્લા પ્રમુખ હરિકેશ, આંગણવાડી કાર્યકર સમાબેન રાણા, હર્ષાબેન ભટ્ટ, રશિદાબેન તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો.