વલસાડ : ઉમરગામ નારગોલના દરિયા કિનારે છેલ્લા એક દાયકાથી ચોમાસાની ઋતુમાં ઓઇલના ચીકણા ગટ્ટા તણાઇ આવે છે અને કિનારે જમા થાય છે. ડીક્લ જેવી વાસ ધરાવતા આ ગઠ્ઠા કે જે ટાર બોલના નામે ઓળખાય છે તે કિનારે રેતીમાં ચોટી અને સુર્યની ગરમીમાં પીગળી જમીનમાં ઉતરી જાય છે.  

ઓઇલ સીલમાં સમગ્ર દરિયાઇ પટ્ટીમાં જમા આ ટાર બોલ જોખમી રસાયણિક પદાર્થોની જમાવટ વર્ષોથી કરી રહ્યા છે. ફક્ત ચોમાસાની ઋતુમાં જ આ પ્રકારના ટાર બોસ દરિયામાં વતાવહેતા આવી ભરતીમાં કિનારે ફેંકાઇ જાય છે . કોસ્ટગાર્ડ કે જે દરિયામાં ઓઇલ ઢોળાવા અને તેના પ્રસારને રોકવા માટે જવાબદાર છે તે દરેક ચોમાસામાં દરિયામાં ધ્યાન આપતું નથી. ચોમાસાની માછલીઓની પ્રજનન ઋતુમાં ખુબ મોટું નુકશાન મત્સ્યના જથ્થા પર પડે છે . માછીમારો ઓઇલના પ્રદૂષણને લીધે પ્રજનન ઓછુ થતા માછલીઓ મળતી નથી અને માછલીઓનો એક જળવાતો નથી. દરિયામાં થનાર ઓઇલ સીલ ને લીધે જ આ ટાર બોલ્સ બને છે અને તે કિનારે તણાઇ આવે છે . સૌથી મોટો પ્રશ્ન આ પ્રદૂષણ કોણ લાવી રહ્યું છે એ છે. વર્ષોથી કોસ્ટ ગાર્ડ આ પ્રદૂષણ કરનારને શોધવામાં સદંતર નિષ્ફળ રહેલ છે જેથી પ્રદૂષણની મૂળ અને જવાબદાર ની શોધ થાય એવી માંગ માછીમારોએ કરેલ છે. છેલ્લા ૨ દિવસથી નારગોલ ઉમરગામના દરિયાકિનારે મોટી માત્રામાં યર બોલ્સ ખેંચાઇ આવ્યા છે .