અમદાવાદ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં બબીતાનો રોલ ભજવનાર મુનમુન દત્તા દ્રારા વાલ્મિકી સમાજ વિશે એક વિડીયો મારફતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. જેથી વાલમિકી સમાજના એક યુવકે બાવળા પોલીસ સ્ટેશનમાં મુનમુન દતા (બબીતા)ના વિરુદ્ધમાં એટ્રોસિટી મુજબ અરજી કરવામાં આવી છે.બાવળા વિસ્તારમાં રહેતા એક અરજદારે બાવળા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં એવી રજુઆત કરી છે કે, તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં બબીતાનો રોલ ભજવનાર મુનમુન દત્તા દ્રારા વાલ્મિકી સમાજ વિશે એક વિડીયો મારફતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે જે વિડીયો અરજદારના મોબાઈલમાં આવ્યો હતો. તેણે તે વિડીયો જાેયો તેમાં એક્ટ્રેસ મુનમુન દત્તા (બબીતા) એ એવુ કહ્યુ હતુ કે, મેં યુ ટ્યુબ મે આની વાલી હું ઓર અચ્છા દિખના ચાહતી હું તેમ કહીને એક જ્ઞાતિ વિષેયક ટીપ્પણી કરી હતી. જેના પગલે વાલ્મિકી સમાજ આગળ આવ્યો હતો અને વાલ્મિકી સમાજના એક યુવકે આ અંગે મુનમુન દત્તા ઉર્ફે બબીતાના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવવા માટે બાવળા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં યુવકે મુનમુન દત્તા ઉર્ફે બબીતાના વિરુદ્ધમાં એટ્રોસિટીની અરજી કરીને કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. બીજી બાજુ આ વિડીયોથી લોકો નાખુશ થયા હતા અને સોશીયલ મિડીયા પર મુનમુન દત્તા ઉર્ફે બબીતાને ટ્રોલ કરવા લાગ્યા હતા. જાે કે આ અંગે બાવળા વિસ્તારમાં લોકોને ભારે રોષ જાેવા મળ્યો હતો અને મુનમુન દત્તા ઉર્ફે બબીતાના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવા માટેની માંગણી પણ કરી રહ્યા છે.