વડગામ, તા.૩૦ 

પાલનપુર તાલુકાના વગદા નજીક દશામાની મૂર્તિઓનું વિસર્જનથી દશામાની જ અવદશા થવા પામી છે. બનાસકાંઠા જિલ્લા સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શ્રાવણ માસ બેસતા જ (અમાસ) દિવાસાના દિવસથી દશામાની મૂર્તિઓ લાવીને લોકો ઘરે સ્થાપના કરીને ૧૦ દિવસ સુધી ઉપવાસ સાથે વ્રત કરે છે. ત્યારબાદ દસમા દિવસની રાત્રીના જાગરણ કરીને વહેલી સવારથી જ લોકો દશામાની મૂર્તિઓનું નદી,તળાવ, સહીતની જગ્યાએ વિસર્જન કરવામાં આવે છે. હાલમાં કોરોનાની મહામારી અને અનલોક ડાઉન સમયે તંત્ર દ્વારા શ્રાવણ માસમાં યોજાતા મેળાઓ તેમજ દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવાનુ બંધ રખાયું છે. દશામા”નું વ્રત કરનાર ભક્તો દ્વારા વગદા નજીક નદીમાં ગંદકી વચ્ચે જ દશામાની મૂર્તિઓનું આડેધડ વિસર્જન કરાતાં દશામાની મૂર્તિઓની અવદશા થવા પામી છે.દશામાની અવદશા જોઇને ધર્મપ્રેમી લોકોમાં રોષ પ્રગટ થઇ રહ્યો છે.