ઝાલોદ

ઝાલોદ વરોડ પાસે આવેલા ટોલનાકા દ્વારા સ્થાનિકો પાસે ટોલ લેવા દબાણ કરાતું હોવાને લઈને સ્થાનિકોમાં ભારે રોશની લાગણી જોવા મળી હતી.અસંખ્ય વાર સમજોતા બાદ પણ ટોલ કોન્ટ્રાકટરના વલણ દર બે માસે બદલાયેલા જોવા મળતા હોય છે.વરોડ ટોલ પરથી પસાર થતા સ્થાનિક વાહનોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટોલટેક્સ માંથી છુટ અપાઈ હતી.સ્થાનિકો આધાર કાર્ડનો પુરાવો રજુ કર્યા બાદ પણ ટોલ કર્મીઓ માથાકૂટ કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.ટોલ માંથી પસાર થવામાં ટોલ અધિકારીઓ દ્વારા અવનવા બહાના બનાવીને સ્થાનિકોએ હેરાનગતિ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો હતો.તેમજ ટોલટેક્સ મુદ્દે કાયમી નિકાલ લાવવા માટે આદિવાસી આગેવાન રાજુભાઈ વલવાઈ અને ટીમ દ્વારા મોટું આંદોલન કરવાના મૂડમાં જોવા મળ્યા હતા.