વડોદરા, તા.૧૬

ભીડ ભંજન ભગવાન હનુમાનજીનો જન્મ કલ્યાણક દિવસ હોવાથી વિવિધ હનુમાન મંદિરોમાં વિશેષ સજાવટ સાથે અનેક હનુમાનજી મંદિરોને શણગારવામાં આવ્યા હતા. હરણી ખાતે આવેલ પ્રાચીન હનુમાન મંદિર ખાતે હેમકૂટ પર્વતનું દ્રશ્ય સર્જવામાં આવ્યુ હતું. શહેરમાં પ્રથમ વખત હનુમાનજી કી શવારીનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જાેડાઈને અંજની પૂત્ર હનુમાનજીની ભક્તિમાં લીન થયા હતા. તે ઉપરાંત દાંડીયાબજાર ખાતે ડાયમંડથી જડિત ગદા હનુમાનજીને અર્પણ કરવામાં આવી હતી.અનેક હનુમાનજી ભક્તો દ્વારા જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ હતું .સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ હનુમાન ચાલીસાનું સમરણ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સાંજ દરમ્યાન ઠેર ઠેર ભંડારા ઉપરાંત સુંદરકાંડ અને લધુ રુદ્ર હવનનું આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણી ન થતી હોવાથી આ વર્ષે ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. તે સિવાય આ વર્ષે હનુમાન જન્મ કલ્યાણક દિવસ શનિવારે આવ્યો હોવાથી તેનો મહિમા વિશેષ હોય છે , જેથી ભક્તો આ વર્ષના હનુમાન જન્મ કલ્યાણક નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું.હનુમાન જન્મ કલ્યાણકના પાવન પ્રસંગે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ , લધુરુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષરૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યા હતા. હનુમાન જયંતિની વહેલી સવારથી જ ભક્તોનુંમ ધોડાપૂર ઉમટેલુ જાેવા મળ્યુ હતું. જન્મ કલ્યાણકના પ્રસંગે અકોટા દાંડિયાબજાર બ્રિજ નજીક બદામડી બાગ સામે આવેલા શ્રી શનિદેવ મંદિર ખાતે પણ હનુમાન જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણીના ભાગ રુપે અઢી કિલોના વજનવાળી કિંમત રૂપિયા ૬૫ હજારની અમેરિકન ડાયમંડ જડિત ગદા બિરાજમાન હનુમાનજીની પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી.

ભારતીય સંસ્કૃતિમાં દેવી-દેવતાઓની પૂજા કરવાનો અનેરો મહિમા છે ઃ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

અંજની પૂત્રલ હનુમાનજીના જન્મ કલ્યાણ દિવસ નિમિત્તે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વિવિધ જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમના દ્વારા બહુચરાજી ખાતે આવેલ પહાડી હનુમાનજીના મંદિરે પૂજા – અર્ચના કર્યા ભંડારાનું આયોજન કરવામાં આવ્યુુ હતું. તે ઉપરાંત કમાટીબાગના પાછળના ભાગે આવેલ પવનવેગ હનુમાન મંદિરે અંખડ રામાયણનું આયોજન , દાંડીયા બજાર ખાતે રક્ત દાન શીબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. તે ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજના તિથી અનુસાર નિર્વાણ દિન નિમિત્તે જાેગણીમાં ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા શિવાજી ચોક ખાતે અગિયાર પ્રકારના ધાન્યને જન કલ્યાણ સેવા યજ્ઞમાં સમર્પિત કરવાના ઉદ્દેશ્યથી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનનો તુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન તુલા કરવામાં આવેલ ધાન્યને જરુરીયાત મંદ લોકોમાં આપવામાં આવશે.