અંક્લેશ્વર

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં બે દિવાસનું સાપ્તાહિક સ્વયંભૂ લોકડાઉન નું સૂચન કરવામાં આવ્યુ છે,જેના કારણે અઠવાડિયા ના અંતિમ બે દિવસો શનિ અને રવિવાર ના રોજ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને કોરોના સામે ના જંગમાં ઝંપલાવીને પોતાનું યોગદાન આપશે.પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારી એ હવે સમગ્ર વિસ્તારો ને પોતાના ભરડામાં લીધા છે, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહયુ છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા રાત્રી ના ૮ કલાક થી સવાર ૬ વાગ્યા સુધી સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો છે, અને હવે શનિવાર અને રવિવાર ના રોજ સ્વયંભૂ લોકડાઉન નું સૂચન કરવામાં આવ્યુ છે,જેમાં વેપારી વર્ગ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને તંત્રને સહયોગ આપશે.

શુક્રવાર ના રાત્રી ના ૮ કલાક થી સ્વયંભૂ બંધ બજાર હવે સોમવાર ની સવારે ખુલશે,જાેકે માત્ર જીઆઇડીસી રહેણાંક અને ઔદ્યોગિક વસાહત માં જ સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરવામાં આવશે.જ્યારે આવશ્યક સેવા ઓ અને ઉદ્યોગો રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યુ હતુ.