ભરૂચ-

નવસારીના ચીખલીની IIFL ની લૂંટનો પણ ભેદ ઉકેલાયો. અંકલેશ્વર ત્રણ રસ્તા ઉપર આવેલ ગોલ્ડલોન આપતી IIFL બ્રાંચમાં થયેલ ત્રણ કરોડથી વધુ કિંમતના સોનાના ઘરેણાંની લુંટ અને નવસારી જીલ્લાના ચીખલી IIFL બ્રાંચમાં જુલાઈ ૨૦૧૭ માં થયેલ બે કરોડથી વધુ કિંમતના સોનાની લુંટનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ઉકેલી લુંટમાં વપરાયેલ ફોરવ્હીલ ગાડીઓ,હથિયાર,રોકડ રકમ તથા સોનુ મળી કુલ રૂપિયા 2.73 કરોડના મુદામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા.

ભરૂચ જીલ્લા પોલીસ દિવાળીના તહેવાર પૂર્વે અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આવેલ IIFL ગોલ્ડ લોન ફાઈનાન્સની ઓફિસમાંથી ચાર અજાણ્યા હિન્દી ભાષી લુટારુઓ રીવોલ્વર,ચપ્પુની અણીએ સ્ટાફને બાન લઈ રીવોલ્વર અને છરા બતાવી લોકરના સ્ટ્રોગરૂમનું લોકરમાંથી રોકડ તથા સોનુ મળી કુલ રૂપિયા 3.32 કરોડની મત્તાની લુટ કરી ફરાર થઈ ગયા હતા.આ ગુનાની વિગતો મેળવી જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલીક વિઝીટ કરી પુછપરછ કરી ગુના અંગે સંપુર્ણ માહિતી મેળવી સઘન પ્રયાસોથી ગુનો ડીટેક્ટ કરવા ભરૂચ જીલ્લા એલ.સી.બી,એસ.ઓ.જી,પેરોલ ફર્લો સ્કોવોર્ડને સુચના આપેલી. ચાર લાખ રૂપિયાની સ્કોડા રેપીડ ગાડી,દેશી બનાવટનો તમંચો તથા બનાવટી પિસ્તોલ જેવું લાઈટર,અલગ અલગ કંપનીના પાંચ મોબાઈલ,ચપ્પુ મળી કુલ કિંમત રૂપીયા 2.73 કરોડના મુદ્દામાલ સાથે અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં હજુ વધુ કોઈ ગુનાના ભેદ ઉકેલાય છે કે કેમ અને બાકી રહેલો અન્ય મુદ્દામાલ ક્યારે મેળવી શકાય છે તે જોવું રહ્યું.