અંક્લેશ્વર, પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગોપાલ ડેરી પાસે રહેતાશાંતિલાલ પેથાભાઈ ધૌળુ ની બહેના પુત્રને કોરોના થતાં તેને નાસિકની ખાનગી હોસ્પિટલમાંખસેડવામાં આવ્યો હતો.જેને સારવાર દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શન ની જરૂર હતી. તે સમયેશાંતિલાલ ધૌળુ એ વોટ્‌સએપ ગ્રૂપમાં ઝાયડસ ફાર્મા સિટિકલ નામની લિન્ક ઓપન કરી હતીઅને અભિષેક નામના યુવાનનો સંપર્ક કર્યો હતો.જેણે તેઓને ઇન્જેક્શન બુક કરાવ્યુ હતુ અને બાદમાં રૂપિયા ૧૬,૮૦૦  નક્કી કરવામાં આવ્યાહતા.જે પેટે તેઓએ પ્રથમ ૯૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.જે બાદ યુવાને તેઓનેઇન્જેક્શન નહિ આપી છેતરપિંડી કરી હતી. છેતરપિંડી ના બનાવ અંગે જીઆઈડીસી પોલીસેગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશ ના ભોપાલ ના પાતરા રોડ ઉપર નવી નગરમાં રહેતા અભિષેક રમેશ ગૌતમ ને ઝડપી પાડ્યોહતો. જેની વધુ પૂછપરછ કરતા તેણે અમદાવાદના ત્રણ અને નડિયાદ તેમજ મુંબઈ,મધ્ય પ્રદેશસહિત અંકલેશ્વર ના મળી કુલ ૬ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું કબૂલ કર્યું હતુ.