વડોદરા, તા.૯

ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર ૨૦૨૦માં લેવાયેલી ઇન્ટરમિડિયેટ ઓલ્ડ અને ન્યુ કોર્સની પરીક્ષામાં વડોદરા સેન્ટરના ૯૯૪ પરીક્ષાર્થીઓ પૈકી ૨૩૫ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતાં. આમ વડોદરા સેન્ટરનું પરિણામ ૨૩-૨૪ ટકા રહ્યું હતું. વડોદરાના એક વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયામા પાંચમો અને એક વિદ્યાર્થીનીએ ૨૩મો રેન્ક મેળવ્યો હતો.

ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર ૨૦૨૦માં સીએ ઇન્ટર મિડિયેટસ્‌ ઓલ્ડ અને સીએ ઇન્ટર મિડિયેટસ્‌ ન્યુની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં વડોદરા સેન્ટરના ઇન્ટર (ઓલ્ડ)માં ગૃ -૧ માં ૧૯, ગૃપ-૨માં ૧૪૮ અને બંને ગૃપની ૩૬ વિદ્યાર્થીઓ મળીને ૨૩૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગૃપ -૧માં ૬, ગૃપ -૨માં ૨૫ અને બંને ગૃપમાં બે મળીને કુલ ૩૩ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થતાં વડોદરા સેન્ટરનું પરિણામ ૧૪.૧૬ ટકા રહ્યું હતું.

જ્યારે ઇન્ટર ન્યુ ગૃપ-૧માં ૨૫૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૫૦ વિદ્યાર્થીઓ ગૃપ -૨માં ૧૫૨ પૈકી ૪૧ અને બંને ગૃપમાં ૩૫૪ પૈકી ૬૪ વિદ્યાર્થીઓ મળીને ઇન્ટર (ન્યુ)માં ૭૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૨૦૨ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતાં. ગઇકાલે આ પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા સેન્ટરના અંકુશ ચીરીમારે ૬૯૯ માકર્સ સાથે ઓલ ઇન્ડિયામાં પાંચમો અને સીમરન વિજય કુમારે ૬૪૯ માકર્સ સાથે ઓલ ઇન્ડિયામાં ૨૩મો રેન્ક મેળવ્યો હતો. જ્યારે વડોદરા સેન્ટરમા ત્રીજાે રેન્ક ૬૧૨ માકર્સ સાથે જેસિમ જેને મળ્યો હતો.