રાજકોટ ગોંડલ -રાજકોટ નેશનલ હાઈવે પર શનિવારના રોજ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો.ગાઢ ધુમ્મસ છવાતાં વિઝિબિલિટી ઘટતાં હાઈવે પર પસાર થતા વાહનચાલકો પરેશાન થયા હતા અને પોતાનાં વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. સવારમાં ઠંડો પવન ફૂંકાતાં લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગોંડલ શહેરમાં ગાઢ ધુમ્મસેને કારણે રસ્તાઓ ભીંજાયા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળ્યું હતું. વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી. તેમણે મોડે સુધી લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. ધુમ્મસને કારણે રોડ પણ ભીના થઇ ગયા હતાં. ગાઢ ધુમ્મસને કારણે અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ૧૦૦ ફૂટ સુધીની જ વિઝિબિલિટી જાેવા મળતાં વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. હાલ ચોમાસાની વિદાય થઈ નથી અને શિયાળાને પણ હજુ વાર છે છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે અને એમાં દિવસ અને રાતમાં તાપમાનમાં તફાવત વધી રહ્યો છે, જેથી ભેજ રાત્રિના સમયે ઠરીને જામે છે, તેથી ધુમ્મસ આવે છે એને મિસ્ટ પણ કહેવાય છે. તાપમાન અને ભેજના પ્રમાણને ધુમ્મસ આવે છે, તેથી એ ક્યારે ક્યા આવે એ કહેવું મુશ્કેલ છે. જસદણ પંથકમાં શનિવારના રોજ વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો હતો. આટકોટ, વીરનગર, હલેન્ડા સહિતનાં ગામડાઓમાં ગાઢ ધુમ્મસ જાેવા મળ્યું હતું. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યાં હતા.