નવસારી,તા.૨૮ 

નવસારીમાં કોરોના નો આતંક યથાવત્‌ રહેતાં આજે રેકોર્ડ બ્રેક ૨૧ લોકો કોરોનાગ્રસ્ત બનતા જિલ્લા આરોગ્ય તંત્રની ઊંઘ હરામ બની છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના નાં કુલ ૫૧૮ કેસો નોંધાયા છે એને પૈકી કુલ ૪૨ વ્યક્તિઓના કોરોના થી મોત નિપજયા હતા. આ ઉપરાંત નવસારીના બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 નવસારી જિલ્લામાં અનલોક-૨ અનલકી સાબિત થતા આજરોજ રેકોર્ડ બ્રેક ૨૧ જેટલા પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્રની ઊંઘ હરામ બની છે. નવસારી જિલ્લામાં ગઈકાલે કુલ ૧૮ જેટલા દર્દીઓ નોંધાયા હતા અને જિલ્લામાં કુલ ૪ દર્દીઓ કોરોના ની સારવાર બાદ સાજા થયા. બાદ આજે નવસારી જિલ્લામાં કોરોના ના કેસોનો રાફડો ફાટી નીકળતા નવસારીના બાળરોગ નિષ્ણાંત તબીબ સહિત કુલ ૨૧ જેટલા કેસો નોંધાયા છે. તમામ દર્દીઓને નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે આજરોજ જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં બહાર આવેલા ૨૧ પોઝિટિવ દર્દીઓમાં, ૩૧ વર્ષીય મહિલા (કાલિયાવાડ,નવસારી) ૫૭ વર્ષીય પુરુષ (મંકોડીયા નવસારી) ૪૭ વર્ષીય મહિલા(પટેલ ફળિયુ, પડઘા નવસારી) ૬૩ વર્ષીય વૃદ્ધા ( અંબાડા નવસારી)૩૧ વર્ષીય મહિલા(ચોવિષી, નવસારી)૩૩ વર્ષીય પુરુષ (કસ્બા)૩૫ વર્ષીય પુરુષ (કસ્બા)૫૭ વર્ષીય મહિલા (દયા કીકાની ચાલ, મરોલી બજાર)૬૫ વર્ષીય વૃદ્ધા (પટેલ ફળિયુ ,મરોલી) ૨૯ વર્ષીય મહિલા (ખાન ની ચાલ)૬૩ વર્ષીય પુરુષ (વાંઝણા, આંગણવાડી) ૫૦ વર્ષીય પુરુષ (વાવ,વાળી ફળિયું)૨૪ વર્ષીય યુવતી (ઉંડાચ, ગણદેવી) ૭૦ વર્ષીય પુરુષ વગેરે સામેલ છે.