વાઘોડિયા, તા.૭ 

અગાઉ મગર ઝડપાયાની ઘટના બાદ મંગળવારે બીજા મગર ઝડપાયો હતો. વનવિભાગના પાંજરામા બિજો ૧૦ ફૂટ લાંબો મહાકાય મગર આવી ચઢ્યો હતો.હેંમત વઢવાણીની ટીમ સાથે વાઘોડિયા વનવિભાગના કશ્યપ પટેલે મગરને સુરક્ષીત રેસ્ક્યુ કર્યો હતો.જોકે વરસતા વરસાદમા રેસ્ક્યુટીમના મોબાઈલ પલળી ગયા હોવા છતાં ભિની અને ચીકની જમીન પર પાંજરૂ ખેંચી કિનારા સુઘી લાવવામા ભારેજહેમત ઊઠાવી હતી. આમ મહાદેવપુરાથી ૧૩ ફુટ લાંબો અને ૧૦ ફૂટ લાંબો આમ બંન્ને મગરો પકડવામા વનવિભાગને સારી સફળતા મળતા લોકોએ રાહતનો શ્વાસ લિઘો છે.મહત્વની વાત છેકે દેવનદિમા માનવભક્ષી મગરે પંથકમા હાહાકાર મચાવ્યો હતો. મહાદેવપુરાની ઘટનાબાદ લોકોનો શિકાર કરતા મગરને પકડવાની માંગ જોરશોરથી ઊઠતા હેંમત વઢવાણી અને વાઘોડિયા વનવિભાગના કશ્યપ પટેલે મગરને પકડવાની ક્વાયત હાથ ધરી હતી.