અમદાવાદ, મુંબઈના બહુ ચર્ચિત એન્ટીલિયા કેસમાં અનેક ઘટસ્ફોસ્ટ થઈ રહયા છે. મુંબઈના તાર ગુજરાત અને અમદાવાદ સુધી લાંબા થાય છે. મનસુખ હિરેનની હત્યાં બાદ મહારાષ્ટ્ર એટીએસ અને એન આઈ એ સઘન તાપસમાં લાગી જતા અનેકનામો ખુલી રહયા છે. અમદાવાદ કનેક્શનની વાત કરીએ તો અગાઉ મહારાષ્ટ્ર એટીએસ અમદાવાદ આવી હતી ત્યારે સીમકાર્ડ મામલે એક ફેકટરી માલિકની અટકાયત પણ કરવામાં આવી હતી જાેકે આ મલિક મૂળ કચ્છનો રહેવાસી છે, ત્યારે હવે બીજું નામ ખુલ્યું છે એ પણ કચ્છમાં સાંમખ્યાલીનો રહેવાસી છે અને હાલ મુંબઇમાં રહે છે.

સમગ્ર ઘટના જાેવામાં આવે તો એન્ટીલિયા અને મનસુખ હિરેન કેસમાં જ પણ સીમકાર્ડ ખરીદવામાં આવ્યા એ તમામ સિમકાર્ડ ગુજરાતમાંથી મેળવ્યા હતા. નરેશને જે પણ સીમકાર્ડ મલ્યા હતા. એ તમામ સાંમખ્યાલીના દેવી શેઠ જૈન તરફથી મળ્યા હોવાનું સામે આવ્યું છે. સચિન વાઝે અને નરેશ જે હોટલમાં બેઠા બેઠા પોતાનું નેટવર્ક ચલાવતા હતા. એ હોટલ દક્ષિણ મુંબઈના દેવી શેઠ જૈનની હોવાનું સામે આવ્યું છે. એનઆઇએ ઘ્વારા આ હોટેલ પર દરોડા પાડતા દેવી શેઠના કારનામા બહાર આવ્યા હતા.એન્ટીલિયા કેસમાં સચિન વાઝેની ધરપકડ થતાની સાથે જ અનેક લોકોના નામ આ કેસમાં સામેં આવી રહ્યા છે વિનાયક શિંદે બાદ નરેશ ઘોર અને મીના ઝોર્જ અને હવે દેવી શેઠનું નામ પણ આ કેસમાં સામેલ થયું છે. જાેકે નરેશ અને દેવી શેઠ નજીક નજીક ના ગામ ના હોઈ દેવી શેઠ તેને મુંબઇ લઈ ગયો હતો. નરેશ એક પાક્કો બુકી હતો અને તે સારી રીતે આ નેટવર્કને જાણતો હોવાથી દેવી શેઠ તેને મુંબઇ લઈ ગયો હતો.

નરેશ અને દેવી શેઠ જૈનના સબંધ

એન્ટીલિયા કેસની વાત કરીએ તો સચિન વાઝેની ધરપકડ બાદ અનેક નામો આ કેસમા ખુલ્યા છે. જેમાં નરેશ ઘોર અને વિનાયક શિંદેનું નામ ખૂબ ચર્ચામા છે ત્યારે બુકી નરેશ ઘોર જે કચ્છનો રહેવાસી છે અને બીજું નામ જે આવ્યું છે. એ દેવી શેઠ જૈન આ બંને એક બીજા ને ઓળખતા હતા દેવી શેઠ જૈનની અનેક ક્લબો અને જુગારના અડ્ડાઓ પણ છે સાઉથ મુંબઇ સિવાય અનેક જગ્યાઓ પર પણ તેમના અડ્ડાઓ ચાલે છે. ક્રિકેટના સટ્ટા ચાલે છે. નરેશ આ બાબતમાં પોતાની સારી પકડ ધરાવતો હોય દેવી શેઠ તેને મુંબઇ લઈ ગયો હતો અને ત્યાં ક્રિકેટની લાઈન ચલાવતો હતો.