અમદાવાદ-

અમદાવાદના મણિનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા આવ્યો હતો. સદનસીબે હજુ સુધી કોઇ જાનહાનિ થવા પામી નથી. જોકે હોસ્પિટલ દ્વારા આગ ન લાગી હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે હોસ્પિટલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગ લાગી નથી પરંતુ સ્પાર્કિંગ થયું છે. હોસ્પિટલમાં તમામ દર્દીઓ સુરક્ષિત છે. હાલ હોસ્પિટલમાં 5 દર્દીઓ ઓક્સિજન પર છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જેનાથી દર્દી ઝડપથી સ્વસ્થ થાય. પરંતુ ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં એક બાદ એક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી.  ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ બાદ અમદાવાદની વધુ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના છતાં હજુ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલા હોસ્પિટલમાં તંત્ર કોવિડ વોર્ડ તરીકે સરકાર ફાળવી રહી છે. તપાસનાં નામે પ્રશ્નનાર્થ જોવા મળી રહ્યો છે.