માંડ માંડ એમ્બ્યુલન્સ આવે પણ એ હોસ્પિટલ પહોંચતાં આપનું સ્વજન ઈનડોર પેશન્ટ તરીકે તરત જ સારવાર મેળવવા માંડશે એવી કોઈ ખાતરી આપી શકાતી નથી એવી શરમજનક સ્થિતિનો આ પુરાવો... સમરસ કોવિડ હોસ્પિટલની બહાર ગંભીર દર્દીઓને લઈ મારતી સાયરને દોડી આવેલી એમ્બ્યુલન્સોએ બહાર કતારોમાં કલાકો સુધી રાહ જાેવી પડે છે અને તેમાં લવાયેલા ગંભીર દર્દીઓ અને તેમના લાચાર સ્વજનો રેઢિયાળ આરોગ્યતંત્ર સામે લાચાર થઈ જાેતા રહે છે.