નવી દિલ્હી, તા.૨૮ 

પાકિસ્તાનની ૨૯ સદસ્યની ટીમ ૨૯ જૂને ઇંગ્લેન્ડ રવાના થવાની છે. અગાઉ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ૨૦ અને ૨૫ જૂનના રોજ તમામ ખેલાડીઓ માટે બે વાર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં મોહમ્મદ હફીઝ સહિત ૧૦ ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હફીઝે પહેલો રિપોર્ટ આવ્યા બાદ પરિવાર સાથે પોતાના ખર્ચે ફરી ટેસ્ટ કરાવ્યો, જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

પીસીબીએ બીજી વખત ટેસ્ટ કરાવ્યો, તો હફીઝનો બીજી વખત રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આવી સ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ હવે દુનિયાભરમાં મજાક બની ગયું છે. પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ ટ્‌વીટ કર્યું કે, પાકિસ્તાન ક્રિકેટનું બીજું નામ કન્ફ્યુઝન છે. પરંતુ આ વખતે તો તેઓ અલગ લેવલે જ પહોંચી ગયા છે. પોઝિટિવ, નેગેટિવ અને ફરી પોઝિટિવ. બધું ૭૨ કલાકમાં. હફીઝે પોતાના ખર્ચે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ નેગેટિવ આવતા તેણે આઇસોલેશનમાં રહેવાની ના પાડી દીધી હતી. પીસીબીએ કરાવેલો બીજા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે હફીઝ વિરુદ્ધ આઇસોલેશન પ્રોટોકોલ તોડવા બદલ કાર્યવાહી કરવાનું વિચારી રÌšં છે. જાકે પીસીબીએ બીજા રિપોર્ટના તમામ પરિણામો જાહેર કર્યા નથી.