બેઇજિંગ, તા. ૧૭ 

ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના વાયરસના ચેપના નવા ૩૧ કેસ સામે આવ્યા છે, આ સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧૩૭ થઈ ગઈ છે. આ બાબતને ગંભીરતાથી લઈને ચીની સરકારે એક હજારથી વધુ ફ્‌લાઈટો અને ટ્રેનો રદ કરી દીધી છે. આ ઉપરાંત ૯૦૦૦૦ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, બેઇજિંગમાં બે એરપોર્ટે ૧૨૫૫ સ્થાનિક ઉડાણો રદ કરી છે. બેઇજિંગમાં તમામ આંતરરાષ્ટ્રીય ઉડાણ હાલ સ્થગિત છે. રાષ્ટ્રીય રેલવે મેનેજમેન્ટે આ યાત્રીઓને વગર કોઈ વધારી ચાર્જ લીધા વગર ટિકિટના પૈસા પરત કરવાની જાહેરાત કરી છે, જેમણે મંગળવાર સુધી બેઇજિંગ આવવા-જવાની ટિકિટ ખરીદી છે. મીડિયા અહેવાલ મુજબ બેઇજિંગમાં બુધવારથી પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણનો આરંભ થશે. તેમજ કોરોના વાયરસની બીમારીના પ્રકોપના કારણે કોલેજના વિદ્યાર્થીઓ માટે હાલ કેમ્પસ બંધ છે. બેઇજિંગમાં લાયબ્રેરી, મ્યુઝિમયો અને બગીચામાં તેમની ક્ષમતાથી ૩૦ ટકાથી વધુ લોકોને પ્રવેશ નહીં આપવા આદેશ આપવામાં આવ્યા છે. બેઇજિંગે આ સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે કાર્યવાહી ઝડપી બનાવી છે અને તેને સ્તરથી ત્રણને બદલે બે સ્તરની કરી દીધી છે. બેઇજિંગ છેલ્લા ૬ દિવસમાં શિનફાદી જથ્થાબંધ માર્કેટ ગયેલા ૯૦૦૦૦ લોકોના ટેસ્ટ કરવા અભિયાન હાધ થર્યું છે. શહેરના એક વરિષ્ઠ અધિકારીએ સાવચેત કરતા કહ્યું કે, કોરોના વાયરસ મહામારીની વ્યાપક અને ખૂબ ગંભીર છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસથ્ય આયોગે બુધવારે કહ્યું કે ચીનમાં મંગળવારે કોરોના વાયરસના ચેપના નવા ૫૫ કેસ સામે આવ્યા, જેમાં ૧૧ લોકોમાં કોરોના લક્ષણ જોવા મળ્યા નથી. આ જે નવા કેસો નોંધાયા છે, એમાં બેઇજિંગમાં ૩૧, હુબેઈમાં એક અને ઝોંજિયાંગમાં પણ કેસ નોંધાયા છે. જોકે, કોરોનાથી નવા કોઈ વ્યક્તિનું મોત થયું નથી. ચીનમાં મંગળવાર સુધીમાં ૮૩૨૬૫ કેસ નોંધાયા છે, જે પૈકી ૨૫૨ દર્દીઓની સારવાર ચાલી રહી છે.