અમદાવાદ-

રાજ્ય માં હવે મનપા અને જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ નજીક માં જ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ છે. નોંધનીય છે કે પેટાચૂંટણીના પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામાં ની વાત રજૂ કરી પરિણામોની નૈતિક જવાબદારી સ્વિકારી રાજીનામુ આપ્યુ હતું. ધનાણી એ આ અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તેના ઉપર આધાર છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ચાવડા-ધાનાણીએ રાજીનામુ ધરી દેતાં પ્રભારી સાતવ ગુજરાત કોંગ્રેસની ગુજરાત નીવર્તમાન પરિસ્થિતિની જાણ કરવા દિલ્હી દોડી ગયા છે. આ તરફ, વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે. જયારે પ્રદેશ પ્રમુખની કમાન સંભાળી શકે તે માટે અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરના નામ ચર્ચા માં છે,ત્યારે સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ હાઇકમાન્ડ આ બંને હોદ્દા પર નિમણૂક કરી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.