કેરળ-

કેરળ પોતાની પ્રાકૃતિક સુંદરતાથી પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ સિવાય કેટલાક વર્ષોમાં આ પ્રાંત પ્રાકૃતિક મુશ્કેલીઓ અને વેક્ટર જનિત સંક્રામક રોગ સમસ્યાઓને લઈને ચર્ચામાં છે. માનવામાં આવે છે કે કેરળમાં રહેતા પરિવારોને ઓછામાં ઓછા એક સભ્ય હિન્દુસ્તાનના કોઈ અન્ય પ્રાંતમાં કે વિદેશમાં રહે છે અને આ સ્થિતિમાં અનેક એક્સપર્ટ્‌સ માને છે કે બહારના ક્ષેત્રથી આ રાજ્યમાં આવનારા લોકોના કારણે પણ અહીં સંક્રામક રોગ અને ખાસ કરીને વાયરલ રોગના ફેલાવવાની શક્યતાઓ ભારતના અન્ય રાજ્યોની તુલનામાં વધારે છે.સ્વાસ્થ્ય મંત્રી વીણા જાેર્જ આજે સવારે પોતે સ્થિતિની જાણકારી લેવા કોઝિકોડ જઈ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આજે નિપાહ વાયરસથી પીડિત ૧૨ વર્ષના બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પીડિત બાળકના શરીરથી સેમ્પલ લેવાયા અને તેમાં ટેસ્ટિંગમાં નિપાહ વાયરસની પુષ્ટિ કરાઈ છે. નિપાહ વાયરસ ખાસ કરીને ચામાચિડિયાની એ પ્રજાતિથી ફેલાય છે જે ફળોનું સેવન કરે છે. આ ચામાચિડિયાની લાળ ફળ પર રહી જાય છે અને તે ફળ ખાનારા માણસો કે જાનવર સંક્રમિત થાય છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે રાજ્ય સરકારે નિપાહની સંદિગ્ધ સૂચના મળતાં જ શનિવારે મોડી રાતે સ્વાસ્થ્ય અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક કરી છે.

રાજ્ય સરકારે હજુ સુધી ખાસ કરીને નિપાહ વાયરસની હાજરીની જાહેરાત કરી નથી પણ સૂત્રોનું માનવું છે કે સ્વાસ્થ્ય મંત્રી વીણા જાેર્જ આજે સવારે પોતે સ્થિતિની જાણકારી લેવા કોઝિકોડ જઈ શકે છે. દ. ભારતમાં નિપાહ વાયરસ બીમારીનો પહેલો કેસ કોઝિકોડમાં ૧૯ મે ૨૦૧૮ના રોજ આવ્યો હતો. રાજ્યમાં ૧ જૂન ૨૦૧૮ સુધી તેના સંક્રમણથી ૧૭ દર્દીના મોત થયા હતા અને ૧૮ કેસ હોવાનું જાણવા મળ્યું હતું. નિપાહ વાયરસે જ્યારે કેરળમાં પહેલી વાર દેખા દીધી તો આખી દુનિયાની નજર કેરળ પર હતી. આ વાયરસ ખાસ કરીને ચામાચિડિયાની એ પ્રજાતિથી ફેલાય છે જે ફળોનું સેવન કરે છે. નિપાહ એક અતિ સંક્રામક વાયરલ રોગ છે જે આપણી લાળ, પેશાબ કે મળથી અન્ય લોકોમાં ફેલાય છે. મે ૨૦૧૮માં આ વાયરસે કેરળમાં દસ્તક દીધી અને સ્વાસ્થ્ય તંત્ર હરકતમાં આવ્યું. ભારતમાં દ. કેરળના લોકો અન્ય રાજ્યોની તુલનામાં શિક્ષિત છે અહીં સાક્ષરતા દર ૯૪ ટકા જાેવા મળ્યો છે.