વાઘોડિયા : લિમડા સ્થીત કંપનીમા ફરજ દરમ્યાન કામદારનુ મોત થતા મામલો ૨૮ કલાકબાદ થાળે પડતા પરિજનો એ મૃતદેહ સ્વીકાર્યો હતો. પરીવારજનોને ૨૦ લાખનું વળતર મળશે. વાઘોડિયાની એપોલો ટાયર્સ કંપનીમા ચાલુ ફર્જે FGS  વિભાગમા ટાયર નીચે દબાતા કામદારનુ મોત થતા મામલો બિચક્યો.જોકે કંપનીએ કામદારને હાર્ટએટેક આવ્યાની વાત પર અડગ રહ્યા હતા.  

કામદારનુ મોત નિપજતા સાથી કર્મચારી અને પરિવાર સહિત ગ્રામજનોએ મૃતકના પરિવારને વડતરઅપાવવા માટે આંદોલન છેડાયુ હતુ. જેમા મોટાભાગના રાજકારણીઓ અને આગેવાનોએ પરિવારને કંપની તરફથી મદદ મડે તે માટે માંગ પ્રબડ કરાઈ હતી. મૃતકના પોસમોર્ટમ બાદ પણ કંપની મેનેજમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની વાતચીત પરિવાર સાથે નહિ કરાતા પરિવારે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતા મામલો બિચક્યો હતો.

 વાઘોડિયા લિમડા સ્થીત અપોલો ટાયર્સ કંપનીમા FGS  પ્લાન્ટમા છેલ્લા ૨૦ વર્ષ કાન્હા મેનપાવર સર્વીસમા કોન્ટાક્ટના કામદાર પ્રવીણભાઈ મોહનભાઈ વસાવા(૪૫) રહે. ઈશ્વરપુરા તા. વાઘોડિયાનાઓનુ ફરજ દરમ્યાન ટાયર લઈ જતા અકસ્માતે ટાયર છાતીના ભાગ ઊપર પડતા ટાયર્સનીચે દબાઈજતા મોત નિપજ્યુ હતુ. પ્લાન્ટમા કામ કરતા અન્ય કામદારોએ ટાયર ખસેડી ભોગ બનનારને હોસ્પીટલ પહોંચાડતા ડૉક્ટરોએ મૃત ઘોષીત કર્યા હતા. જરોદ રેફરલ હોસ્પીટલમા સેન્ટીંગની પ્લેટપર પોસમોર્ટમ કરાતા મૃતકનો મલાજો નહિ જાડવ્યાનો ઊહાપોહ મચ્યો હતો. ઘટનાને પગલે લાખન દરબાર પરિવારની મદદે આવતા ગામલોકો અને સાથી કામદારોએ કંપનીપર દબાણ લાવી જયાં સુઘી કંપની મૃતકના પરિજનોને વડતર નહિ આપે ત્યાં સુઘી મૃતદેહ નહિ સ્વીકારવા ની ચીમકી ઊચ્ચારતા રાજકારણ પણ ગરમાયુ હતુ.લગભગ ૨૪ કલાક બાદ પણ કંપની તરફથી કોઈજ પ્રતીક્રીયા નહિ આપતા લાખન દરબારે પરિવારના ઘર આંગણે બેસી અન્નત્યાગ કરવાનો ર્નિણય કરી કંપની સામે આંદોલન કરવાની ચિમકી ઊચ્ચારી હતી. ઈશ્વરપુરા ગામે વાઘોડિયા વિઘાનસભાના ધારાસભ્ય મધુભાઈ શ્રી વાસ્તવના દિકરી નિલમ શ્રીવાસ્તવે પરીવારના ઘરે જઈ પરિવારને સાંત્વના આપી હતી.સાથેજ પરિવારના સભ્યો અને ગામના આગેવાનો સાથે એપોલો ટાયર્સ કંપનીમા જઈ મેનેજમેન્ટ સાથે આશરે છ કલાકની માથાકુટબાદ પરિવારને ૨૦ લાખનો ચેક, પત્નીને માસીક પેન્સન આજીવન આપવાનો ર્નિણય કંપની તરફથી કરાવ્યો હતો. જે બાદ વળતરનો ચેક મૃતકની પત્નીને મડતા પરિવાર સહિત આગેવાનો અને ગ્રામજનોએ સંતાષ વ્યક્ત કર્યો હતો.અને મૃતદેહની અંતીમવિઘી પતાવી હતી.