વડોદરા, તા.૨૭

બીજા તબક્કામાં શહેર- જિલ્લાની ૧૦ વિધાનસભાની બેઠકો પાંચમી ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર પણ મતદારોનો મતદાન માટે ઉત્સાહ વધારવાનાં તમામ પ્રયાસ કરી રહ્યા છે, આ તમામ પ્રયાસો વચ્ચે શહેરનો યુવાન રોનિતે અનોખી રીતે મતદાર જાગ્રૂતિ અભિયાંન છેડયુ છે. આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર રોનિતે હેન્ડલ અને બ્રેક વિનાની એક ચક્રી સાયકલ બનાવી છે. અને આ સાયકલ લઇ હાથમાં ત્રિરંગા સાથે તે વિવિધ મતવિસ્તારોમાં ફરી રહ્યો છે. અને મતદારો ને મતદાન કરવા પ્રરીત કરી રહ્યો છે. ૨૦ વર્ષિય રોનિત મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીનો વિધાર્થી છે અને તે સાયકોલોજી સાથે સ્નાતક કરી રહ્યો છે. તેને બાળપણમાંથીજ એક ચક્રીય સાયકલ સરકસમાં જાેઇ હતી. અને ત્યારથીજ તેવી ક્સ્ટમાઇઝ સાયકલ બનાવડાવી હતી. એક ચક્રીય સાયકલ પર અત્યાર સુધીમાં રોનિતે સાત જેટવા રેકોર્ડ બનાવ્યા છે. રોનિતે જણાવ્યુ હતુ કે જિલ્લા ચૂંટણી તંત્રનાં સહયોગથી જે મતવિસ્તારમાં ગત વિધાનસભા બેઠકો પર ઓછુ મતદાન થયું છે તેવિસ્તારમાં સાયકલ પર ફરી મતદારોને મતદાન કરવા જાગ્રૂત કરશે.