નવી દિલ્હી

શ્રીસંત  હવે ફરીથી મેદાન પર પરત ફર્યો છે. 11 જાન્યુઆરીએ કેરલ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માં રમતા તેણે સાત વર્ષ બાદ મેદાન પર વાપસી કરી છે. શ્રીસંતે વાપસી વાળી મેચમાં તેણે પોતાના દમને પરત દેખાડવા માટે પ્રયાસ કર્યો હતો. શ્રીસંતે આ મેચમાં એક વિકેટ મેળવી હતી. જે વિકેટ તેણે આઉટ સ્વિંગ બોલમાં ખેલાડીને બોલ્ડ કરીને મેળવી હતી. તેણે પોંડુચેરી ના ફાવિદ અહેમદ  ને બોલ્ડ કર્યો હતો. તેણે પોતાની બીજી જ ઓવરમાં આ વિકેટ ઝડપી હતી. ચાર ઓવરના સ્પેલમાં શ્રીસંતે 29 રન આપ્યા હતા. તેણે ઘણી શિસ્તતા સાથે બોલીંગ કરી હતી. પોતાનુ સ્પેલ પુરો કરવા બાદ તેણે પિચને હાથ જોડીને આભાર માન્યો હતો. 

શ્રીસંતે મેચ દરમ્યાન બે સ્પેલમાં બોલીંગ કરી હતી. પ્રથમ સ્પેલમાં તેણે ત્રણ ઓવર નાંખી હતી અને એક વિકેટ હાંસિલ કરી હતી. 37 વર્ષીય શ્રીસંતના બોલમાં કુલ પાંચ ચોગ્ગા લાગ્યા હતા. શ્રીસંત IPL 2013માં સ્પોટ ફિક્સીંગ મામલામાં નામ આવવાને લઇને BCCI એ તેની પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે તે તેની સામે લડતો રહ્યો હતો. આખરે તેને કામિયાબી મળી હતી અને સુપ્રિમ કોર્ટે તેનો પ્રતિબંધ સમાપ્ત કરી દીધો હતો. ગત સપ્ટેમ્બર માસમાં તેનો પ્રતિબંધ પુર્ણ થયો હતો, અને તેના બાદ તે ક્રિકેટમાં વાપસી કરવા તૈયારીમાં લાગ્યો હતો.

શ્રીસંતે પાછળના દિવસોમાં બતાવ્યુ હતુ કે તે, આઇપીએલ ટીમો દ્રારા તેની પૃચ્છા કરવામાં આવી છે. આવામાં તેણે સંકેત આપ્યો છે કે, આવનારા દિવસોમાં તક મળતા કે આઇપીએલમાં રમતો નજર આવી શકે છે. તે છેલ્લે વર્ષ 2013માં રાજસ્થાન રોયલ્સ માટે આઇપીએલ રમ્યો હતો. તેના નામે 44 મેચમાં 40 વિકેટ છે. 2005માં આંતરરાષ્ટ્રીય પદાર્પણ કરનાર શ્રીસંતે 87 ટેસ્ટ અને 75 વન ડે વિકેટ ઝડપી છે. તે 2007માં ટી20 વિશ્વકપ અને 2011માં વન ડે વિશ્વકપ જીતનારી ટીમનો હિસ્સો હતો.