કેલીફોનિયા-

વૈશ્વીક ટેલિકોમ કંપની તેના રીટેઇલ સ્ટોરના કર્મચારીઓ માટે એક યુનિક લૂક માસ્ક તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો છે. કોરોના સંક્રમણ બાદ એપલ તેના કર્મચારીઓને પીપીઈ કીટ જેવા માસ્ક પૂરા પાડતી હતી પરંતુ એપલન એન્જીનીયરીંગ ટીમે હવે એક ખાસ માસ્ક તૈયાર કર્યો છે

જે આગામી દિવસોમાં એપલના સ્ટોરમાં જોવા મળશે. આ માસ્ક પહેરનારનું નાક અને મોઢુ તથા છેક દાઢી સુધી વધુ સારી રીતે કવર થાય છે. ઉપરાંત તે એડજેસ્ટેબલ કપડુ ધરાવે છે એટલે કે તેમાં શ્વાસ લેવાની કે તેવી કોઇ ફરિયાદ થતી નથી. અને ત્રણ લેયરનો આ માસ્ક પાંચ વખત ધોઇને પહેરી શકાય છે અને આગામી સપ્તાહમાં કંપની આ માસ્ક તેના રીટેઇલ કર્મચારીને પૂરો પાડી દેશે.